રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની તા. ૨૨ ડિસેમ્બરે યોજાનાર પ્રિલીમરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત ST દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આગામી તા. ૨૨ ડિસેમ્બર-૨૦૨૪ રવિવારના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રિલીમરી પરીક્ષા યોજાનાર છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના કુલ ૭૫૪ પેટા કેન્દ્રો પર રવિવારે સવારે ૧૧ થી બપોરે ૦૧ કલાક દરમિયાન આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાર્થીઓને કેન્દ્રો પર જવા-આવવા યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત ST દ્વારા વધારાની બસો સંચાલિત કરવામાં આવશે. રાજ્યભરમાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષામાં ઉમેદવારો-પરીક્ષાર્થીઓ સમયસર પોતાના કેન્દ્રો પર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ટ્રાફિકને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર…

Read More

દેશ અને ગુજરાતના ઐતિહાસિક સીમચિહ્નનોને યાદગાર બનાવવા વર્ષ ૨૦૨૫ માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી વર્ષ ૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનનો અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત આવતા વર્ષે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ…

Read More

ગુજરાતના ખેડૂતોને નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર…

Read More

ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કરીને, GIDCમાં ઉદ્યોગોને જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. પ્રવક્તા મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની ઔદ્યોગિક વસાહતો માટે સરકારી પડતર…

Read More

આગામી મકરસંક્રાતિના પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            આગામી તા.૧૪/૦૧/૨૦૨૫ના રોજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મકરસંક્રાતિ(ઉતરાયણ) પર્વની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને ચાઈનીઝ માંઝા, નાયલોન તેમજ પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનીકારક પદાર્થોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ છે. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પતંગ ચગાવવાના કોઈપણ પ્રકારના પ્લાસ્ટીક, પાકા સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, નાયલોન, ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ દરમિયાન જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાઓના પોતાના પ્રવાસ દરમિયાન જરૂરિયાત મુજબ સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર મુખ્યમંત્રી સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રશ્નોના નિવારણ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને આગળ ધપાવતા બુધવારે તા. ૧૮ ડિસેમ્બરે પાલીતાણાના પ્રવાસ કાર્યક્રમ બાદ પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાલીતાણા નગર સેવા સદન ખાતે ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને પાલિકાના સદસ્યો તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને પાલિકાના નવીન મકાન,…

Read More

ભારત સરકારના ઉર્જા સંરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આયોજીત રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતામાં વેડરોડ ગુરૂકુલના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો

હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકાર દ્વારા આયોજિત (ઉર્જા સરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતા – ૨૦૨૪માં સમગ્ર ભારતમાંથી ૮૫ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી દરેક રાજ્યમાંથી રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય – વેડ રોડના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા હતા. જેમાં ભારતકક્ષાએ મકવાણા ક્રિષ્નાને ટોપ ટેનમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરવાથી ભારતના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરના વરદ્ હસ્તે ટેબલેટ તથા રૂા.૧૫ હજારનું ઇનામ…

Read More

બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં બાળ લગ્ન રોકવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ધરમપુરના ખોબા ગામ ખાતે રાત્રી સમયે ગ્રામજનો મળી રહે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી બાળલગ્ન રોકવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાના ખોબા ગામ ખાતે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની NSSની વાર્ષિક શિબિર દ્વારા સમાજના છેવાડાના અભાવગ્રસ્ત લોકો સુધી રાજય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પહોંચાડવાના હેતુથી ગ્રામ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં…

Read More

નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુકત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા                નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુકત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમિયાન રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો નહિવત ઉપયોગ કરી દેશી ગાય આધારિત ખેતી અપનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી રહી છે.           આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર બેઝ તાલીમ અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની…

Read More

નવસારીની એમ.વી.ડી. (ફરતું પશુ દવાખાનું) ટીમને મળ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવૉર્ડ

હિન્દ ન્યુઝ, નવસારી                રાજ્યના પશુધનને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે રાજ્ય સરકારે પશુપાલન વિભાગના માધ્યમથી દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (MVD – મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી) ની યોજના અમલમાં મૂકી છે. અબોલા પશુઓ માટે ફરતું પશુ દવાખાનું સંજીવની સમાન છે, ત્યારે નવસારીની મોબાઇલ એનિમલ હોસ્પિટલની એક ટીમે સમગ્ર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધું છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા હૈદરાબાદ ખાતે આયોજીત શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં આ ગૌરવવંતુ સન્માન મેળવીને નવસારીની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. આ…

Read More