હિન્દ ન્યુઝ, રાજકોટ લોધિકા તાલુકાના રાવકી ગામના રહેવાસી ધરતીપુત્ર કૃષ્ણસિંહ જાડેજાની….જેઓ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચતત્વો પ્રત્યેની જવાબદારીને જીવનમાં ઉતારી કૃષિ કરે છે. તેમના માટે ધરતી, ગાય તથા પ્રકૃતિ માતા સમાન છે. ખેડૂતપુત્ર જાડેજાભાઈ પાસે ૧૮ દેશી ગાયો છે, જેનાથી છાણ, મૂત્ર અને છાશ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને તેઓ ઘનામૃત, જીવામૃત, બેક્ટેરિયા અને અન્ય અર્ક બનાવીને ખુબ ઓછા ખર્ચે પ્રાકૃતિક કૃષિ કરે છે. ઉપરાંત, દૂધાળી ગાયોના દૂધમાંથી દહીં, છાશ અને ચોખ્ખું ઘી મેળવી તેનું વેચાણ કરે છે, જે તેઓને આર્થીક રીતે પણ ફાયદો આપે છે. જાડેજાભાઈએ…
Read MoreDay: December 1, 2024
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીએ જસદણ ખાતે વધુને વધુ લોકોને “આયુષ્માન વય વંદના કાર્ડ” મળે તે માટે થયેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી
હિન્દ ન્યુઝ, રાજકોટ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ પ્રાંત કચેરી ખાતે આશા વર્કર બહેનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે વધુને વધુ લોકોને “આયુષ્માન વય વંદના કાર્ડ” મળે તે માટે થયેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ૭૦ કે તેથી વધુ વર્ષની વયના તાલુકાના વરિષ્ઠ નાગરિકો “આયુષ્માન વય વંદના કાર્ડ” યોજના અન્વયે મફત સારવાર મેળવી શકશે. વધુમાં તેઓએ આશા વર્કર બહેનોને નમોશ્રી, જનની સુરક્ષા યોજના અને પ્રધાનમંત્રી…
Read Moreનાગરિકો ને આવાગમન માં સરળતા માટે અલકાપુરી અંડર પાસ ના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
હિન્દ ન્યુઝ, વડોદરા -મુખ્યમંત્રી- – વડોદરા સહિત રાજ્યના ૧૦ શહેરોના વાઇબ્રન્ટ વિકાસનું આયોજન કર્યું છે. – વડોદરાને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું આયોજિત વિકાસનું મોડેલ બનાવવામાં આવશે. -પ્રધાનમંત્રીએ શહેરીકરણને આફતને બદલે વિકાસનો અવસર બનાવતા શીખવ્યું છે. – રાજ્યના શહેરોને લવેબાલ અને લીવેબલ બનવાવા ના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગર પાલિકા આયોજિત નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવાના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત વિકાસ…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વડોદરામાં શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન
હિન્દ ન્યુઝ, વડોદરા :: મુખ્યમંત્રી :: ૦ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરના સુનિયોજિત વિકાસ સાથે બહેતરીન લોજિસ્ટિક્સ સેવાઓ દ્વારા કોમ્પિટિટિવ બિઝનેસ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય આગવું કદમ છે. ૦ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાનના માધ્યમથી લોજિસ્ટિક્સમાં વર્લ્ડ લેવલે થતાં એવરેજ ટાઈમથી ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ૦ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માટે 31 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાશે. ૦ રાજ્યના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેના TPI, DPR બનાવવામાં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના જ્ઞાન કૌશલ્યનો સહયોગ સરકાર અને વિશ્વ વિદ્યાલય બેય માટે વિન-વિન સિચ્યુએશન છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ૦…
Read Moreમોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી આત્મા પ્રોજેક્ટ મોરબી દ્વારા મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કૃષિ પરિસંવાદ અન્વયે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય અને કરવા માંગતા હોય તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા અંગે સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં વિશેષ સ્ટોલ રાખી પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો દ્વારા તેમની પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોનું પ્રદર્શન કરવામાં…
Read Moreમોરબી જિલ્લાના ૩૨ ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત કરી; ૮૭ પ્રશ્નો સામે આવ્યા
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના ૩૨ ગામોની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ અનુસંધાને ટંકારા તાલુકાના ૫, વાંકાનેર તાલુકાના ૭, મોરબી તાલુકાના ૮, હળવદ તાલુકાના ૭ અને માળીયા(મી.) ૫ ગામ મળી જિલ્લાના કુલ ૩૨ ગામોની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતનઓ મુખ્ય ઉદ્દેશ ગામડાના પ્રશ્નો અને સમસ્યાઓનો નિવારણ લાવવાનો છે. ત્યારે મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૨ ગામોની મુલાકાત દરમિયાન કુલ ૮૭ પ્રશ્નો મળ્યા હતા, જે અન્વયે…
Read More