હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મહિલા સિનિયર ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સિમરન પટેલ જેવો આણંદના વતની છે. ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરિકે જાણીતા સિમરન પટેલે નેશનલ સ્પોટ્સ ડે ના દિવસે ગુજરાતના લોકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતુ કે, સ્પોર્ટ્સને પોતાના જીવનમાં ઉતારી પોતે ફીટ રહી શકયા છે. ગુજરાત રાજયમાં આવી પડેલી કૃદરતી આપત્તિના સમયમાં તેઓએ અસરગ્રસ્ત લોકો પ્રત્યે સહાનૂભૂતિ વ્યક્ત કરી ગુજરાતવાસીઓને આ આપદાના સમયમાં સરકારની સૂચનાઓનું પાલન કરવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
Read MoreDay: August 29, 2024
પેરુ ખાતે યોજાનાર જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ૫૦ મીટર પ્રોન પોઝીશનમાં રાયફલ શૂટિંગમાં ભાગ લેશે – આધ્યા અગ્રવાલ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદના આધ્યા અગ્રવાલ કે, જેમની પસંદગી પેરુ ખાતે યોજાનાર જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં રાયફલ શૂર્ટીંગ સ્પર્ધામાં ૫૦ મીટર ૩ પોઝીશન અને પ્રોન પોઝીશનમાં થઈ છે. તેમણે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે લોકોને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતુ કે, સ્પોર્ટ્સ પ્રત્યેક વ્યક્તિના તંદુરસ્ત જીવનમાં અગત્યનો ફાળો છે અને સરકાર દ્વારા પણ રમત ગમતને પ્રાધાન્ય આપી ખેલ મહાકુંભ જેવા અભિયાનો શરૂ કરાવ્યા છે, જેના કારણે ગુજરાતના અનેક રમતવીરો ખેલ મહાકુંભના માધ્યમથી ખૂબ જ આગળ વધ્યા છે. નોંધનિય છે કે, આધ્યા અગ્રવાલ હોમ સાયન્સ કોલેજ, વિદ્યાનગર…
Read Moreઆણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના ૧૪ તથા પંચાયત હસ્તકના ૬૦ માર્ગો પાણીના ઓવરટોપિંગના કારણે બંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે. કોઝ-વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માર્ગો પર પડી ગયેલા વૃક્ષો સહિતની અડચણો દૂર કરવા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ તેમની ટીમ દ્વારા જે.સી.બી., ટ્રેક્ટર સહિતની મશીનરીઓ સાથે માર્ગોને પુનઃકાર્યાન્વિત કરવા પ્રયાસરત છે. …
Read Moreઅતિવૃષ્ટિમાં મિશન મોડ પર કાર્યરત જિલ્લા આરોગ્ય તંત્ર
હિન્દ ન્યુઝ, આણંદ છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં થયેલ ભારે વરસાદને નિર્માણ પામેલ અતિવૃષ્ટીને પરિસ્થિતિના કારણે આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૨૬૬૦ જેટલા લોકોને ૩૭ જેટલા શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિપક પરમાર દ્વારા આરોગ્ય વિભાગની ટીમો તૈયાર કરીને આ પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર મિશન મોડ પર કાર્યરત થઈને સ્થળાંતરીતોના આરોગ્યની દરકાર કરી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૯૭૯ પીવાના પાણીમાં આર.સી.ટેસ્ટ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરન્સ યોજી
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરન્સ યોજીને વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ-રાહત કામગીરી તથા વરસાદી પાણીની સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી તથા ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, પૂરમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્યરક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે. એટલું જ નહિ, અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ ત્વરાએ…
Read Moreજામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ૮૩ લોકોનું SDRFની ટીમ દ્વારા દીલધક રેસ્ક્યુ ઓપરેશન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે આજી-4 ડેમના પાણીના પ્રવાહના લીધે બાલંભા ગામે ખેતર વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા. આ મેસેજ મળતા બાલંભા સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ માટે પ્રયત્ન કરેલ. જે સફળ ન થતા તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએથી કલેક્ટર બી. કે. પંડયા દ્વારા તાત્કાલિક SDRFની ટીમ મોકલતા આજે સવારથી SDRF ટીમ મારફતે પ્રાંત અધિકારી ધ્રોલ શ્રી વી.ડી. સાકરીયાના માર્ગદર્શન તળે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં…
Read Moreજામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સતત ખડેપગે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે લોકોને મદદરૂપ થવા અને સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે છે. જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડયાએ જણાવ્યું હતું કે, પ્રભારીમંત્રી મુળુભાઈ બેરા અને પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર બે દિવસથી સતત કાર્યરત છે. એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદથી લોકોનું રેકસ્યું કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ તા.૨૭ ઓગસ્ટના રોજ પણ અલગ અલગ બે લોકેશન પરથી એરફોર્સ દ્વારા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ ૪૦ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આજ રોજ…
Read Moreજામનગરમાં વસઈ ગામે સ્વિફ્ટ ગાડીમાં ફસાયેલા 2 નાગરિકોનું તાત્કાલિક રેસકયુ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ તરફ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વીફ્ટ ગાડીમાં બે માણસો તણાયા હોય તેવા સમાચાર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમને મળ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.લગારીયા, એ.એસ.આઈ. દિલીપભાઈ તલાવડીયા, હેડ કોસ્ટેબલ કાસમભાઈ બ્લોચ તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમય સૂચકતા વાપરીને ક્રેન બોલાવવામાં આવી હતી. તથા ગ્રામજનોની મદદથી ધસમસતા પાણીમાં દોરડાના સહારે જીવના જોખમે…
Read Moreજામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, જામનગર હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે છેલ્લા ૨૪ કલાકમાં તા.૨૭ ઓગસ્ટના સવારના ૬:૦૦ વાગ્યાથી તા.૨૮ ઓગસ્ટ સવારના ૬:૦૦ વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ ૧૦ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં ૧૫ ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં ૬ ઇંચ, ધ્રોલ તાલુકામાં ૭ ઇંચ, કાલાવડ તાલુકામાં ૧૧ ઈંચ, લાલપુર તાલુકામાં ૧૨ ઇંચ, જામજોધપુર તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે જામનગર…
Read Moreજસદણમાં અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શહેર તેમજ પંથકમાં મેઘરાજા અવિરત હેત વરસાવતા હોવાથી ગંભીરતાને ધ્યાનમાં રાખી નદી કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું વહીવટીતંત્રના પ્રાંત અધિકારી, મામલતદાર, તેમજ ચિફ ઓફિસર, દ્વારા લોકોને સુરક્ષિત જગ્યા સમાન જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે રહેવા તેમજ ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અસરગ્રસ્તો માટે સાંજનું ભોજન માનવતાના ઉપાસક અને પરોપકારી દાતા મહાવિરસિંહજી રાવતબાપુ વાળા (ગિરીરાજ કોટેક્ષ જસદણ) તરફથી પિરસવામાં આવ્યુ હતું આ તકે જસદણ પ્રાંત અઘિકારી, મામલતદાર, ચિફ ઓફિસર, ચેમ્બર ઑફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ, નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી,…
Read More