હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ શહેર તેમજ પંથકમાં મેઘરાજા અવિરત હેત વરસાવતા હોવાથી ગંભીરતાને ધ્યાનમાં રાખી નદી કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું વહીવટીતંત્રના પ્રાંત અધિકારી, મામલતદાર, તેમજ ચિફ ઓફિસર, દ્વારા લોકોને સુરક્ષિત જગ્યા સમાન જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે રહેવા તેમજ ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અસરગ્રસ્તો માટે સાંજનું ભોજન માનવતાના ઉપાસક અને પરોપકારી દાતા મહાવિરસિંહજી રાવતબાપુ વાળા (ગિરીરાજ કોટેક્ષ જસદણ) તરફથી પિરસવામાં આવ્યુ હતું આ તકે જસદણ પ્રાંત અઘિકારી, મામલતદાર, ચિફ ઓફિસર, ચેમ્બર ઑફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ, નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી, ટ્રસ્ટી ભાવેશભાઈ છાયાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી દાતાનો આભાર વ્યક્ત કરી વહીવટીતંત્રના પ્રસંશનિય સેવાકાર્યોને બિરદાવી સહયોગ આપવાની પૂરતી તૈયારી દર્શાવી હતી.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ