જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા,તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ…

Read More

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરએ જરૂર જણાય ત્યાં સાઇનેજીસ લગાવવા, સ્પીડ લીમિટ બાબતે સૂચિત કરતા બોર્ડ લગાવવા, સ્કૂલોના બાળકોને લઈ જતાં વાહનોનુ ચેકીંગ હાથ ધરવા તથા લોકોની સલામતી જળવાઈ રહે તે માટે હેલ્મેટ ન પહેર્યા હોય અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી વધુ સક્રિય રીતે હાથ ધરવા તાકીદ કરી હતી.આ ઉપરાંત જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા જરૂરી સુચનો કર્યાં હતાં આ બેઠકમાં જિલ્લા…

Read More

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ અંતર્ગત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન કરવા અંગેની વિગતવાર માર્ગદર્શિકા સરકાર દ્વારા gujhealth.gujarat.gov.in વેબસાઈટ ( E – Citizen ટેબ ના Acts and Rules ઑપ્શન ) પર જાહેર કરવામાં આવેલ છે. જે અંગે સર્વે સંબંધિત ચિકિત્સા સંસ્થાઓને ( ભાવનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ) નોંધ લઇ નિયત નમુનામાં નિયત ફી સાથે સત્વરે નોંધણી કરવા અનુરોધ કરાયો છે અરજી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, ભાવનગર ને અરજી કરવા જણાવવામાં આવે છે.  Advt.

Read More

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને પોલીયો એન.આઇ.ડી અન્વયે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને પોલીયો એન.આઇ.ડી અન્વયે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી જેમાં સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં તા.૨૩ થી ૨૫ જૂન,૨૦૨૪ દરમિયાન પોલીયો ઝુંબેશ યોજાનાર છે ત્યારે ભાવનગર જિલ્લામાં ૦ થી ૫ વર્ષના એક પણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા કલેક્ટરશ્રીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડયું હતું. બેઠકમાં ગત વર્ષના પલ્સ પોલીયો રાઉન્ડની સમીક્ષા, ૨૩મી જુન,૨૦૨૪ના યોજાનારા પલ્સ પોલીયો રાઉન્ડની કામગીરીના આયોજન, સુપરવાઇઝરઓની મોબોલીટી અને સુપરવિઝન તેમજ આઇ.ઇ.સીની કામગીરીને સઘન બનાવવા…

Read More

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રી બેન જરુ, પ્રાંત અધિકારીઓ સહિતનાં…

Read More

બાગાયત ખાતાની નવી યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જીલ્લાના બાગાયતદરોને જણાવવાનું કે બાગાયત ખાતા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના’, ‘ફળપાકોના (આંબા તથા લીંબુ પાકના) જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના’ તથા ‘પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એમ કુલ ત્રણ યોજનાઓ નવી બાબત તરીકે મંજુર થયેલ હોય’ જેમાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૪/૦૬/૨૦૨૪ થી તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે જે માટેની ઓનલાઇન અરજીઓ http://www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે,તો રસ ધરાવતાં તમામ ખેડુત મિત્રોએ જરૂરી…

Read More

ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા. ૧૯ જૂનના રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧ એકમમાં ટ્રેની એંન્જીનીયર જગ્યા ભરવાની છે. જેમાં B.E Mechanical, Diploma Mechanical, Diploma Electrical, Diploma metallurgy ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૧૯-૦૬-૨૦૨૪ ને બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર કેન્દ્રની યાદીમાં જણાવાયું છે. Advt.

Read More

પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કે.વાય.સી. સહિત જરૂરી વિગતો અપડેટ કરવી જરૂરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન)” યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રૂપિયા રૂ.૬૦૦૦/-ની સહાય ત્રણ સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનાનો લાભ મળી રહે તે માટે “પી.એમ.કિસાન એકાઉન્ટ”માં ત્રણ જરૂરી વિગતો આપવી ફરજીયાત છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે (૧) લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી, (૨) બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. અનેબલ તેમજ (૩) પી.એમ.કિસાન પોર્ટલ પર ઈ-કે.વાય.સી. કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતો મિત્રોને ‘પી.એમ.કિસાન’ની સહાય મળતી…

Read More

ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવાનું અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં સુત્રાપાડા ખાતે આવેલ જીએચસીએલ કંપની દ્વારા છેલ્લા ૨ વર્ષથી સુત્રાપાડા તાલુકાના ૮૦થી વધુ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે અને ટી.બી.ના દર્દીઓને પોષણ માટેની રાશન કીટ પણ આપવામાં આવી છે. તે ઉપરાંત જિલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા…

Read More

ભેટાળીના અનિલભાઈ સોલંકી પ્રાકૃતિક ખેતી થકી કરે છે રસાયણિક મુકત અન્ન ઉત્પાદન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     દિન પ્રતિદિન રસાયણ યુક્ત અન્ન આરોગવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડતુ જાય છે. લોકોને હાનિકારક દવાઓથી મુક્ત અનાજ ઉત્પાદિત કરીને લોકોના સારા સ્વાસ્થ્ય સાથે પ્રકૃતિનુ જતન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના ભેટાળી ગામના વતની અનિલભાઈ નારણભાઈ સોલંકીએ નડિયાદ ખાતે સુભાષ પાલેકરજીની શિબિરમાંથી પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મેળવીને ૨૦૧૫થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ એવું આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે. અનિલભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓનુ વર્ણન કરતા જણાવ્યું હતું. કે, રાસાયણિક ખેતી કરવામાં ખુબજ મુશ્કેલીઓ આવતી હતી અને રાસાયણિક ખાતરના ઉપયોગને લીધે જમીન બિન ઉપજાઉ…

Read More