ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવાનું અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જેમાં સુત્રાપાડા ખાતે આવેલ જીએચસીએલ કંપની દ્વારા છેલ્લા ૨ વર્ષથી સુત્રાપાડા તાલુકાના ૮૦થી વધુ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે અને ટી.બી.ના દર્દીઓને પોષણ માટેની રાશન કીટ પણ આપવામાં આવી છે. તે ઉપરાંત જિલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા ૧૦ ટી.બી.ના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે અને ૬ મહિના સુધીનું રાશન આપવામાં આવ્યું હતું. તેમજ સાગરપુત્ર ફાઉન્ડેશનના જગદીશભાઇ ફોફંડી દ્વારા ટી.બી.ના ૭ દર્દીઓને દત્તક લીધા છે અને હજુ પણ ભવિષ્યમાં પણ ટી.બી.ના દર્દીઓને દત્તક લેશે તેમ જણાવી તેઓ દ્વારા દર્દીઓને છ મહિના સુધીની રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ટી.બી.ની સારવારમાં સફળતા મેળવવા દવાના ફુલ કોર્સ સાથે પોષણ ચાવીરૂપ છે. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી છે કે, જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવા માટે યથાશક્તિ યોગદાન માટે આગળ આવે.


Advt.

Related posts

Leave a Comment