કાલોલ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ ખાતે પિયર એજ્યુકેટર ની આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, કાલોલ

     પંચમહાલ જિલ્લા માં કાલોલ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ ખાતે પિયર એજ્યુકેટર ની આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ. આ તાલીમ માં આરોગ્ય ને અનુરૂપ કામગીરી, સ્વચ્છતા, તેમજ છોકરાઓ અને છોકરીઓ ને ઉંમર ના વધવા સાથે શારીરિક ફેરફારો થવા અંગે મેડિકલ ઓફિસર ડૉ દિપક યાદવ દ્વારા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવા માં આવ્યું.પિયર એજ્યુકેટર બાળકો ને પેન, ફોલ્ડર, અને લેટરપેડ આપી આરોગ્ય અંગે સ્વછતા રાખવા તેમજ બાળકો માં ઉંમર ને લઈ થતા શારીરિક ફેરફારો અંગે જાણકારી આપેલ હતી. તેમજ માન. ગુજરાત સરકાર ના તા -૨૩-૦૬-૨૪ રવિવાર ના રોજ પોલિયો અભિયાન અંતર્ગત આશાબેનો,આંગણવાડી કાર્યકરો, અને આરોગ્ય કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમ માં નરેન્દ્ર મોદી વિચાર મંચ નો સ્થાપના દિવસ હોઈ મંચ ના પંચમહાલ જિલ્લા ના ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અતુલ પંડ્યા, કલોલ


Advt.

Related posts

Leave a Comment