દીવ ના બંદર રોડ પરના દરિયામાં એક વ્યક્તિ ડૂબ્યો

હિન્દ ન્યુઝ, દીવ 

      દીવ ના બંદર રોડ પરના દરિયામાં એક વ્યક્તિ ડૂબી જતાં પોલીસ મથક તેમજ ફાયરના અધિકારી ને જાણ કરતા બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

     દીવ પ્રશાસન દ્વારા નોટિસ જારી કરવામાં આવી કે દરીયામાં ન્હાવા જવાની તેમજ બીચ થી 500 મીટર દૂર રહેવા જણાવ્યું છતાં લોકો બેદરકારી દાખવી મોત ને ભેટે છે. આ રીતે બીચ પર નાહવા ચાલવા જતા 3 દિવસ માં 2 લોકો ડૂબી જતા મોત ને ભેટ્યા છે.
પોલીસ ખડે પગે ઉભી હૉય છે છતાં પણ લોકો નાહવા ની મજા લેવામાં મોત ને ભેટે છે.

જૂનાગઢ ટુરિસ્ટ આ ડૂબી ગયેલ યુવાનને જોય બચાવવાં ગયેલ છતાં પણ બચાવ ન થતાં વ્યક્તિ ડૂબી ગયો. લોકો ફરવા માટે આવતા હોય છે ત્યારે નિયમોનું પાલન કરી ફરવાની મજા લેય તો ટુરિસ્ટ માટે સારુ છે. જૂનાગઢ ના યુવાન સંદીપ સોલંકી નામના યુવાને યુવકને બચાવવાં દરિયામાં ડૂબકી મારી છતાં ગળાડૂબ પાણી થતાં એ ભાઈ દ્વારા જણાવ્યું કે, હું આખરે બચાવી ના શક્યો.

  હાલ તો આ ડૂબી ગયેલ વ્યકતિ કોણ છે એમની ઓળખાણ થઈ નથી પણ એક થેલો મળ્યો છે અને પોલીસ દ્વારા ઓળખાણ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર  : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ


Advt.

Related posts

Leave a Comment