ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આપત્તિ અન્વયે બચાવની પ્રવૃતિથી માહિતગાર થયા વિદ્યાર્થીઓ

ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આપત્તિ અન્વયે બચાવની પ્રવૃતિથી માહિતગાર થયા વિદ્યાર્થીઓ ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ   ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગુજરાત સરકાર ગાંધીનગર જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ કલેક્ટર કચેરી ગીર સોમનાથ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની ૭૮ પ્રાથમિક શાળાઓમાં આપત્તિ દરમિયાન બચાવ પ્રયુક્તિ અન્વયે વિદ્યાર્થીઓમાં યોગ્ય સમજ કેળવાય તેવા હેતુસર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તેમજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂકંપ, વીજળી પડવી, પૂર આવવું, શૉક લાગવો, અકસ્માત થવો વગેરે કુદરતી તેમજ માનવસર્જિત દુર્ઘટનાઓમાં સાવચેતી માટે ક્યા ક્યા પ્રકારના પગલા લેવા? આપત્તિ સામે રક્ષણાત્મક…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક તેમજ હેરિટેજ સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના પર્યટન સ્થળો, આઇકોનીક પ્લેસ, જાહેર સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ હેરિટેજ સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ વોલેન્ટિયર્સ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Read More

દોરડા કૂદ, લંગડી, સાતોલિયું, સંગીત ખુરશી, આંબલી-પીપળી, લેજીમ, મગદળ જેવી રમતોની જિલ્લા કક્ષા પરંપરાગત રમત સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  અમદાવાદના રાણીપ વિસ્તારની કે.આર.રાવલ સ્કૂલ ખાતે દોરડા કૂદ, લંગડી, સાતોલિયું, સંગીત ખુરશી, આંબલી-પીપળી, લેજીમ, મગદળ, માટીની કુસ્તી જેવી રમતોની જિલ્લા કક્ષા પરંપરાગત રમત સ્પર્ધાનું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા આ રમતગમત સ્પર્ધાઓનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાઓમાં 19 વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read More

અમદાવાદમાં યોજાશે નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથલેટિક્સ મીટ 2024

હિન્દ ન્યુઝ, અમદાવાદ     ગુજરાત નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ-2024નું યજમાન બન્યું છે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેને પગલે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે રમતોના આયોજન માટે સ્થળની સમીક્ષા કરી. અધિકારીઓએ કેમ્પસમાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા કાર્યની પ્રગતિ વિષયક સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામા, સચિવ આઈ. આર. વાળા, ઓ.એસ.ડી. ડૉ. પ્રો.અર્જુનસિંહ રાણા તથા એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ઓફિશિયલ્સ તેમજ એસ.એ.જી.ની ટીમના અન્ય સભ્યો સામેલ થયા હતા. ઉલ્લેખનીય…

Read More

બોટાદ ફાયર વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોકડ્રિલ તેમજ ફાયર સેફટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ     સમગ્ર રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-2024ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ ફાયર વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોકડ્રિલ તેમજ ફાયર સેફટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકો, શિક્ષકો અને વાલીઓને આગ,પુર જેવી ઘટના બને ત્યારે કેવી રીતે એકબીજાને મદદરૂપ બનવુ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બચાવ કામગીરીના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે નિદર્શન કરાયું…

Read More

જળપ્લાવિત વિસ્તારો કુદરત તરફથી સમગ્ર જીવસૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ

વિશ્વ વેટલેન્ડ દિવસ હિન્દ ન્યુઝ, અમદાવાદ     બીજી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. જળપ્લાવિત વિસ્તારો જેવા કે નદી, સરોવરોના સંરક્ષણ અને જાળવણી અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ દિવસ ઉજવાય છે. ઈરાનમાં ર ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ રામસર કન્વેન્સન ઓક વેટલેન્ડનું આયોજન થયું હતું ત્યારથી દર વર્ષે આ દિવસને વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ગુજરાત જળપ્લાવિત પ્રદેશની દ્રષ્ટીએ સૌથી સમૃદ્ધ રાજ્ય છે. જળપ્લાવિત વિસ્તારો કુદરત તરફથી સમગ્ર જીવસૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા જળપ્લાવિત વિસ્તારોના…

Read More

મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા નેહા કુમારી

હિન્દ ન્યુઝ, મહીસાગર  ૨૦૧૫ ની બેચના IAS ઓફિસર શ્રીમતી નેહા કુમારી આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે શ્રીમતી નેહાકુમારી. મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરિકે નિમણૂંક થતા નેહા કુમારીએ કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. નેહા કુમારી આ અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. તેથી મહીસાગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેનો લાભ જિલ્લાને ચોક્કસ મળશે. તેમની જિલ્લાની પરિચિતતાથી જિલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવાં મળશે. ભારતીય…

Read More

ઓડમાં વિદેશી મહેમાનોનુ આગમન ભારતીય સંસ્કૃતિ તેમજ અયોધ્યામા રામ મંદિર જોવાની ઈચ્છા દર્શાવી 

હિન્દ ન્યુઝ, આણંદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિદેશ પ્રવાસે જતાં હતાં ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને આહવાન કરતા કે જ્યારે તમે ભારત આવ્યો ત્યારે વિદેશી મિત્રોને આપણી ભારતીય સંસ્કૃતિ બતાવવા લાવજો. વિદેશમાં વસતા ગુજરાતીઓ ડિસેમ્બરમાં – જાન્યુઆરીમાં પોતાના વતન આવતા હોય છે પોતાના પરિજનો તેમજ સંબંધિતોના પ્રસંગોમાં હાજરી આપી સન્માનિત થતાં હોય છે. આણંદના ઓડ ખાતે અમેરિકામાં સ્થાયી થયેલો હિતેશભાઈ પટેલનો પરિવાર પોતાના વતન ઓડમાં પ્રસંગ કરવા આવી રહેલો ત્યારે ત્યાંના ૨૪ અમેરિકનો ભારત આવવા તૈયાર થઈ ગયા તેમને ભારતીય હિન્દુ સંસ્કૃતિ તેમજ અયોધ્યામાં રામ મંદિર દર્શન કરવાની ઇચ્છા સાથે…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, તાલુકાની મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપી લલચાવીને…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં હથિયારો ઉપર મુકાયો પ્રતિબંધ 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શૈલેશ ગોકલાણીએ પોલીસ અધિક્ષકની દરખાસ્તને આધારે જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.   જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૦૩/૦૨/૨૦૨૪ થી તા.૦૨/૦૪/૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય…

Read More