ઓડમાં વિદેશી મહેમાનોનુ આગમન ભારતીય સંસ્કૃતિ તેમજ અયોધ્યામા રામ મંદિર જોવાની ઈચ્છા દર્શાવી 

હિન્દ ન્યુઝ, આણંદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિદેશ પ્રવાસે જતાં હતાં ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને આહવાન કરતા કે જ્યારે તમે ભારત આવ્યો ત્યારે વિદેશી મિત્રોને આપણી ભારતીય સંસ્કૃતિ બતાવવા લાવજો.

વિદેશમાં વસતા ગુજરાતીઓ ડિસેમ્બરમાં – જાન્યુઆરીમાં પોતાના વતન આવતા હોય છે પોતાના પરિજનો તેમજ સંબંધિતોના પ્રસંગોમાં હાજરી આપી સન્માનિત થતાં હોય છે.

આણંદના ઓડ ખાતે અમેરિકામાં સ્થાયી થયેલો હિતેશભાઈ પટેલનો પરિવાર પોતાના વતન ઓડમાં પ્રસંગ કરવા આવી રહેલો ત્યારે ત્યાંના ૨૪ અમેરિકનો ભારત આવવા તૈયાર થઈ ગયા તેમને ભારતીય હિન્દુ સંસ્કૃતિ તેમજ અયોધ્યામાં રામ મંદિર દર્શન કરવાની ઇચ્છા સાથે ભારત આવ્યા.

હિતેશભાઈ અને ભદ્રેશભાઈ ના પ્રસંગમાં હિન્દુ વિધિની જાણકારી મેળવી તેમજ નગરમાં જાણ જતાં અનેક પ્રસંગોમાં ભારતીય સંસ્કૃતિ છાપ જોઈ આશ્ચર્ય સાથે ભાવનાત્મક થઈ પ્રસંગો માણ્યા શ્રી રામ ની ધૂન પર મનમુકીને ઝૂમ્યાં.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment