ગીર-સોમનાથમાં સભા સરઘસ બંધી અંગે બહાર પડાયું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

        ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણકોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય નાના સરખા બનાવથી અફવાઓના કારણે  ઘર્ષણ થવા સંભાવના રહે છે તેમજ વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર આવનાર હોય લોકો ટોળાના રૂપમાં એકઠા ન થાય તે  તેમજ અફવાઓના કારણે લોકો એકઠા થવાના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તકેદારી  રાખવી ખુબ જ આવશ્યક છે તેથી ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવી છે. આ મનાઈ હુકમ  જેઓ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યક્તિઓને તેમજ  કોઈ લગ્નના વરઘોડાનેસ્મશાન યાત્રામાં જોડાનાર વ્યકિતઓને અને સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવનારને લાગુ પડશે નહી.

આ જાહેરનામાનુ પાલન ન કરનાર અથવા તેનુ પાલન ન કરવામાં કોઈને મદદ કરનારને ગુનો સાબિત થયે દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તથા ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબનો ગુનો સાબિત થયેથીજે તે વ્યકિતને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦/- સુધીનો દંડ અગર બંને શિક્ષા થઈ શકશે અને આ હુકમની અગવણના માનવ જીવનને કોઈ નુકશાન અથવા સ્વાસ્થયને અથવા સલામતીને કોઈ ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ બખેડો થાય તો તેવી વ્યકિતને ૬ (છ) માસ પરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂ.૧૦૦૦/- સુધીનો દંડ સહીત બંને શિક્ષાને પાત્ર ઠરશે તેમજ આ જાહેરનામુ  દિન-૩૦ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment