યોગ અને ફેન્સિંગમાં ઈન્ટરનેશનલ-નેશનલ કૉચ દ્વારા અપાઈ રહ્યું છે પદ્ધતિસરનું માર્ગદર્શન

રમશે ગુજરાત, જીતશે ગુજરાત હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            પક્ષીઓના મધુર ગુંજારવ સાથે લીલીછમ પ્રકૃતિના સાન્નિધ્યમાં દ્રોણેશ્વર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તારીખ ૩૧/૦૫/૨૦૨૩ સુધી ગીરગઢડા સ્વામિનારાયણ શાળાના સહયોગથી રાજ્યકક્ષા સમર કોચિંગ કેમ્પમાં વિદ્યાર્થીઓ ફેન્સિંગ તેમજ યોગ પ્રશિક્ષણની તાલિમ લઈ શારીરિક તેમજ માનસિક સર્વાંગી વિકાસ સાધી રહ્યાં છે.           ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હોય એવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરી તેમની કેળવણી વધુ નીખરે અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરે એવા…

Read More

સુત્રાપાડા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્નભોજન યોજનાના કેન્દ્રો માટે વ્યવસ્થાપક (સંચાલક)ની જગ્યા ઉપર નિમણૂક અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ચાલુ શૈક્ષણીક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સુત્રાપાડા તાલુકામાં બોસન, રંગપુર, લોઢવા, સોલાજ, સુત્રાપાડા પ્રાથમીક શાળા તેમજ સીમશાળામાં વ્યવસ્થાપક (સંચાલક)ની પ્રા.શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો માટે તદન હંગામી ધોરણે ખંડ સામે માટે અને ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે વ્યવસ્થાપક (સંચાલક)ની જગ્યા ઉપર નિમણૂક માટે રસ ધરાવતી વ્યક્તિઓએ મામલતદાર કચેરી-સુત્રાપાડા ખાતે તા.૨૮/૦૫/૨૦૨૩ના ૧૬:૦૦ કલાક સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમૂનો મામલતદાર કચેરી, સુત્રાપાડા મધ્યાહન ભોજન યોજના શાખા રૂમ નં.૬ માંથી મળી રહેશે.(રજાના દિવસો સિવાય) અરજીમાં તમામ વિગતો તથા જે શાળા/કેન્દ્ર…

Read More

ગીર સોમનાથમાં ઈણાજ ખાતે ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલ અંતર્ગત મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          ગીર સોમનાથ અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારી મેહુલ ગજ્જર અને ડાભીની ઉપસ્થિતિમાં જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર રિજનલ એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સભ્યસચિવ એ.આર.ટી.ઓ સરવૈયાએ ગત બે માસમાં જિલ્લાઓમાં થયેલ તમામ પ્રાણઘાતક અકસ્માતો અને આવા અકસ્માતો નિવારવા અંગે ચર્ચા તેમજ જાહેર માર્ગ પર ઉભા થતાં વર્ક ઝોન પર રોડ એજન્સીએ ‘વર્ક ઝોન મેનેજમેન્ટ પ્લાન’ બનાવી જિલ્લા રોડ સેફ્ટી પાસે મંજૂર કરવાના ગુજરાત રોડ સેફ્ટી…

Read More

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ  આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%)…

Read More