રાધનપુર સુરભી ગૌશાળા ખાતે ગાંધીનગર સંમેલન યોજવાના ભાગરૂપે મીટીંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા-રાધનપુર ખાતે 20 મી એ ગાંધીનગર મુકામે ગૌમાતા માટે સંતો મહંતો નું એક મહા સંમેલન યોજવાના ભાગરૂપે આજરોજ રાધનપુર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વધુમાં વધુ ગૌસેવકો ગાંધીનગર જાય અને સરકારે જે જાહેરાત કરી છે તેનો અમલ કરવા અને ફાળવેલ ગ્રાન્ટ મળે તેવા હેતુસર આજરોજ રાધનપુર ખાતે ગૌશાળા માં મીટીંગ નું આયોજન થયું હતું. રાધનપુર તેમજ આજુબાજુની ગૌશાળા ના સંચાલકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. રાધનપુર ખાતે સુરભી ગૌશાળા દ્વારા ગુજરાત સરકારે જાહેર કરેલ ગૌશાળા અને પાંજરાપોળ ની સહાય ના મળતા…

Read More

રાધનપુર ખાતે બજાણીયા સમાજ ની બેઠક મળી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રવિધામ વિસ્તાર ના રામદેવપીર મંદિર ખાતે બજાણીયા સમાજ ના આગેવાનો દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બજાણિયા સમાજ ના આગેવાનો દ્વારા તારીખ 20 /9/2022 ના રોજ ગાંધીનગર સી.એમ. હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સમાજ ના અમુક ચોક્કસ મુદ્દાઓ માટે બજાણિયા સમાજ ના આગેવાનો દ્વારા મુદ્દાઓ રજુઆત કરવા માટેની આજે રાધનપુર ખાતે બેઠક મળી હતી. બજાણિયા સમાજ ના રજુઆત કરવા માટે ના મુદા (1) બજાણીયા સમાજ માટે વાડી (ખેતર) ના પ્રશ્નો ના નિકાલ બાબતે (2) બજાણીયા સમાજ ના બાળકો ના અભ્યાસ…

Read More

નેશનલ ગેમ્સ-૨૦૨૨ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં આજે ત્રીજા દિવસે ફૂટબોલ મેચ સહીતની વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ            તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે એ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, આ અનુસંધાનેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ત્રીજા દિવસે શનિવારે તા. ૧૭-૦૯-૨૦૨૨નાં રોજ સાંજે ૫:૧૫ વાગ્યે રેસકોર્સ ખાતે ફૂટબોલ ગ્રાઉન્ડ, ગ્રાસ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન v/s મારવાડી…

Read More

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યે શ્રવણતીર્થ યાત્રાની બસોને ભુજથી પ્રસ્થાન કરાવ્યું હતું

શ્રવણતીર્થ દર્શન યોજના– ૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ             વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે  વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે શ્રવણતીર્થ યાત્રા અન્વયે તીર્થસ્થાનના દર્શન કરવા જઈ રહેલા વરિષ્ઠ નાગરિકોની  પાંચ બસોને ભુજ આશાપુરા મંદિરથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સિનિયર સિટીઝન માટેની આ શ્રવણતીર્થ યાત્રામાં ભુજથી ૨૫૦થી વધુ સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નાગરિકોમાં દર્શનાર્થે જવાનો ઉત્સાહ જોઈને વિધાનસભા અધ્યક્ષાએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.                     વરિષ્ઠ નાગરિકોના તીર્થસ્થાનના દર્શનાર્થે જવાની શ્રવણ તીર્થદર્શન યોજના વિશે જાણીએ .વૃધ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ…

Read More