૩૬ મી નેશનલ ગેમ્સનાં આયોજનની સમીક્ષા બેઠક કલેકટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ નુ આયોજન આગામી તા. ૨૬-૦૯-૨૦૨૨ થી તા. ૧૨-૧૦-૨૦૨૨ સુધી ગુજરાત રાજ્યમાં થનાર છે, ત્યારે ભાવનગર ખાતે યોજાનાર નેશનલ ગેમ્સ ની રમતો અંગે આયોજનની સમીક્ષા બેઠક કલેકટરનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. ગુજરાત રાજ્ય પ્રથમ વખત જ્યારે રાષ્ટ્રીય રમત માટેની મેજબાની કરી રહ્યું છે ત્યારે ભાવનગરમાં ૩૬ મી નેશનલ ગેમ્સની રમતો નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે.…

Read More

ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ૪૭૦ કરોડના ખર્ચ સુધારવામાં આવશે : ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર કલેકટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચરને ૪૭૦ કરોડના ખર્ચથી સુધારવા અંગે આર. ડી. એસ. એસ. માં મંજૂરી આપ્યા અંગે મંત્રી મુકેશભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાંથી અંડર ગ્રાઉન્ડ કેબલ, નવા ટ્રાન્સફૉર્મર ઊભા કરવા, લાઇન ડિસ્ટ્રીબ્યુશન વગેરેની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વીજપુરવઠાને લગતા પ્રજાના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર હંમેશા તેમનાં માટે ખડેપગે કાર્યરત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રી મુકેશભાઈ…

Read More

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં આદ્યસ્થાપક અ.નિ.પ.પૂ. શ્રી નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં આદ્યસ્થાપક અ.નિ.પ.પૂ. શ્રી નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ, સરદાર નગર ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ સ્પર્ધાઓ જેવી કે, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ક્વિઝ સ્પર્ધા, વેશભૂષા, તત્કાળ ચિત્ર, અષ્ટક ગાન, શિક્ષાપત્રી શ્લોકગાન, તેમજ સમૂહ ગીત જેવી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જેઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યાં હતાં તેવાં વિદ્યાર્થીઓને ૬ કિલો શુદ્ધ ચાંદીમાંથી બનાવેલ મેડલ ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જીલોવા, એ.એસ.પી. સફિન હસન તેમજ ગુરુકુળ સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી કે.પી. સ્વામીનાં…

Read More

ભાવનગર જિલ્લામાં યોજાયેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની મતદારયાદીમાં નામ નોંધણીની ઝૂંબેશ અંતર્ગત કુલ- ૨,૯૧,૬૮૦ લોકોએ ફોર્મ્સ ભરીને લાભ લીધો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં ખાસ મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત વિવિધ કેન્દ્રો ખાતે મતદારોની નોંધણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત ૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં ૧૮,૩૪૪ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે. ૨૦ થી ૨૯ વર્ષના વય જૂથમાં કુલ ૧૨,૬૯૦ લોકોની નોંધણી થઈ છે. જ્યારે મતદારયાદીમાંથી કુલ ૧૦,૯૪૩ લોકોએ અલગ અલગ કારણોસર નામ કમી કરાવેલ છે. જ્યારે ફોર્મ નં.૮ એટલે કે ડુપ્લીકેટ ચૂંટણી મેળવવા માટે, મતદારયાદીની વિગતો સુધારવા માટે- ૨૯,૦૫૮ ફોર્મ્સ રજૂ થયેલ છે. તેમજ ફોર્મ ૬(ખ)-૨,૧૪,૧૩૦ લોકોએ ભરી તેમનું આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે…

Read More

રાજ્યના ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલનું કોળી સમાજ દ્વારા ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલ પ્રથમ વાર ભાવનગર ખાતે પધારી રહ્યા હોઈ ત્યારે કોળી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ભાવનગરમાં પહોંચી પ્રથમ રાજપરા ખાતે ખોડિયાર મંદિરે દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમનો એરપોર્ટ થી સ્કાય હોટલ સુધી બાઈક અને ફોરવહીલ દ્વારા કોલી સમાજ વતી તેમનો રોડ શો યોજી ભવ્ય સ્વાગત કરાયું હતું. રોડ શો બાદ સ્કાય હોટલમાં ભાવનગર – બોટાદના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળની હાજરીમાં તેમનો ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્યના…

Read More

જૂનાગઢ જલારામભકિતધામ ખાતે સાહસ વીર પદયાત્રી નું શાનદાર સન્માન

હિન્દ ન્યુઝ,  જૂનાગઢ જુનાગઢથી મુંબઈ લાલબાગ ચા રાજા (ગણપતિ બાપ્પા)ના દર્શન કરવા પગપાળા યાત્રા પૂર્ણ કરીને પરત આવેલા સમીરભાઈ દતાણીનુ જુનાગઢના જલારામ ભક્તિધામ ખાતે શાનદાર સન્માન કરવામાં આવ્યું આવ્યું હતું, આ પ્રસંગે ટ્સ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પી.બી. ઉનડકટે સમીરભાઈની કોરોના કાળ દરમ્યાનની કઠિન માનવ સેવા અને અન્ય સમાજ સેવાને બિરદાવી હતી. વિરબાઈમા મહિલા મંડળના બહેનોએ મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Read More

રાધનપુર બજાર ખાતે વેપારીઓ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર મેન બજારમાં બસ ડેપો થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહિમામ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેન બજારમાં બસ સ્ટેન્ડ થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.વેપારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી નાયબ કલેકટર કચેરી ખાતે રામધૂન બોલી વિરોધ દર્શાવવામાં આવશે તેમજ રાધનપુર બજારમાંથી ગંદકી દૂર કરવાની માગણી સાથે રાધનપુર વેપારી એસોસિયન દ્વારા આવેદનપત્ર આપી માંગણી રજૂ કરાશે એવું જણાવ્યું હતું. રાધનપુર શહેર માં વેપારીઓ ત્રાહિમામ…

Read More