રાજ્યના ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલનું કોળી સમાજ દ્વારા ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલ પ્રથમ વાર ભાવનગર ખાતે પધારી રહ્યા હોઈ ત્યારે કોળી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ભાવનગરમાં પહોંચી પ્રથમ રાજપરા ખાતે ખોડિયાર મંદિરે દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમનો એરપોર્ટ થી સ્કાય હોટલ સુધી બાઈક અને ફોરવહીલ દ્વારા કોલી સમાજ વતી તેમનો રોડ શો યોજી ભવ્ય સ્વાગત કરાયું હતું.

રોડ શો બાદ સ્કાય હોટલમાં ભાવનગર – બોટાદના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળની હાજરીમાં તેમનો ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો.

ગુજરાત રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે રાજ્ય સરકારમાં 3-3 કોળી સમાજના ધારાસભ્યો મંત્રી મંડળમાં છે. મંત્રી મંડળમાં રહેવાથી કોળી સમાજના જરૂરિયાત વાળા કામો વહેલી તકે થાઈ છે.

ભાવનગર – બોટાદના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં સરકારમાં કોળી સમાજનું સ્થાન આગવું બનાવવા માટે ખુબ મહેનત કરવી પડી છે. જયારે એક સમય એવો હતો કે ભાવનગર જિલ્લામાં કોળી સમાજના માત્ર 2 જ ધારાસભ્યો હતા. મહેનત અને સમાજની એકતા બાદ આ સીટો ડબલ થઈ છે. આજે છેલ્લા બે ટર્મ થી સાંસદ પણ કોળી સમાજ જ છે. કોળી સમાજે સરકારમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન એવું રાષ્ટ્રપતિનું સ્થાન પણ ભોગવી લીધું છે. કોળી સમાજને સરકારમાં આગવું સ્થાન આપવવા માટે જ મહેનત કરવી પડે એ અમો કરીયે છીએ અને કરતા રહેશું.
ગુજરાત રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલના આ સન્માન સમારોહમાં સુપ્રભાત સૌરાષ્ટ્ર દૈનિકના તંત્રી અને માલિક એવા વિષ્ણુભાઈ યાદવ, કોળી સમાજમાંથી ચૂંટાયેલ જિલ્લા પંચાયતના ચેરમનો, સદસ્યો, તાલુકા પંચાયતોના પ્રમુખો, સદસ્યો, નોકરિયાતો, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સન્માન સમારોહનું આયોજન અખિલ ભારતીય કોળી સમાજ – ભાવનગર જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment