મણીપર ગામની મહિલાઓની સિલાઇ અને ભરતકામની પ્રોડકટનું દેશભરમાં વેચાણ કરવા સરકાર મદદરૂપ બની

હિન્દ ન્યુઝ,ભુજ            ૩૦ મહિલાઓ દ્વારા સ્થાપિત ગૃહઉદ્યોગને આર્થિક અને માર્કેટીંગ સહાય આપવામાં આવતા મહિલાઓની રોજગારીમાં થયો વધારો કચ્છી મહિલાઓના હુનરકામને વાચા આપતા ભરત ભરેલા પર્સ બન્યા દેશભરમાં ફેશન સિમ્બોલ મહિલા ઉત્કર્ષ અને તેઓ પોતાના પગભર ઉભા રહીને સ્વવિકાસ કરે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. વિવિધ યોજનાઓના માધ્યમથી ગુજરાતની અગણિત મહિલાઓના જીવનમાં સરકારે પ્રકાશ ફેલાવ્યો છે. આવો જ પ્રકાશ મણીપર ગામની ૩૦ મહિલાઓના જીવનમાં ફેલાતા ન માત્ર આ મહિલા પરંતુ તેઓના પરિવારનું જીવનધોરણ પણ ઉંચુ આવ્યું છે. આજે ગૃહઉદ્યોગની મદદથી આ મહિલાઓ ઉન્નત મસ્તક સાથે…

Read More

રાપર આઇ.ટી.આઇ ખાતે વ્યવસાયિક કોર્ષમાં ૩૦મી સુધી પ્રવેશ મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ      આઈ.ટી.આઈ રાપર ખાતે ખાલી રહેલા બેઠકો માટે એડમીશન- ૨૦૨૨માં વ્યવસાયિક કોર્ષ (ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફીટર, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઈડીંગ)માં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૦/૦૯/૨૦૨૨ પહેલા અત્રેની સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમજ જે તાલીમાર્થીઓએ અગાઉના રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા હોય અને અન્ય ટ્રેડ(ઉપર દર્શાવેલ)માં ખાલી રહેલી બેઠકોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેઓ નવીન પ્રવેશ ફોર્મ અને ફી ભરી પ્રવેશ મેળવી શકશે તેવું આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા રાપરની અખબાર યાદીમાં જણાવાયું છે.

Read More

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃ વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેરજનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતાન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા,અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે…

Read More

સરકારના પ્રોત્સાહનથી કચ્છના સુડી-ચપ્પાને દેશ- વિદેશમાં મળ્યું માર્કેટ

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છનો સુડી- ચપ્પાનો વ્યવસાય ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ સમયાંતરે સાધનોની બદલાતી માંગ તથા યોગ્ય બજાર ન મળતા કારીગરોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સરકાર દ્વારા આવા કારીગરોને આર્થિક સહાય સાથે વેચાણ – પ્રદર્શનમેળામાં માર્કેટીંગ પ્લેટફોર્મ આપવામાં આવતા આ પરંપરાગત વ્યવસાયને એક નવું બળ મળ્યું છે. આ વ્યવસાય સાથે જોડાયેલા પરીવારોની રોજગારીમાં વધારો થયો છે. સરકાર દ્વારા આયોજીત વેચાણમેળામાં ભાગ લેતા નાના રેહાના ઇબ્રાહીમ ગુલામ હુસેન લોહાર જણાવે છે કે, અમે ૭ પેઢીથી ચાકુ, સુડી, ચપ્પા, તલવાર, ઘર વપરાશની અન્ય ચીજો, કાતર, છરી…

Read More

કોમર્શીયલ રીતે સ્‍પર્ધાત્‍મક ગરબાઓના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું ડોરફ્રેમ મેટલ ડીટેકટર, સી.સી. ટીવી કેમેરા રાખવાના રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ આસો નવરાત્રિ પર્વની ઉજવણી કચ્‍છ જિલ્‍લામાં આગામી તા ૨૬/૦૯/૨૦૨૨ થી તા.૦૪/૧૦/૨૦૨૨દરમિયાન તથા તા.૦૫/૧૦/૨૦૨૨ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્‍તારોમાં જિલ્‍લા બહારથી, રાજય બહારથી જાણીતા ઓરકેસ્‍ટ્રા ગ્રુપોને બોલાવી એન્‍ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી અને કોમર્શીયલ પ્રકારના સ્‍પર્ધાત્‍મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય છે. જેથી આવા મોટા પાયે કોમર્શીયલ અને સાર્વજનિક રીતે યોજવામાં આવતા દાંડીયા રાસ, ગરબા, મ્‍યુઝીકલ નાઇટના કાર્યક્રમ યોજતી સંસ્‍થાઓએ હાલની સલામતીની પરિસ્‍થિતની દ્રષ્‍ટિએ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તથા એકત્રિત…

Read More

માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા ૦૪/૧૦/૨૦૨૨ તથા તા.૦૫/૧૦/૨૦૨૨ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમ્યાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્‍ટેશન હસ્‍તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. પ્રવર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ મિતેશ પંડયાએ એક જાહેરનામા દ્વારા તા ૨૩/૦૯/૨૦૨૨ ના વહેલી સવારે ૬ કલાકથી તા.૦૪/૧૦/૨૦૨૨ રાત્રિના ૨૪…

Read More

માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્‍પના સ્‍થળે વિગતો રાખવા જાહેરનામું નજીકના પોલીસ સ્‍ટેશનને જાણ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા ૦૪/૧૦/૨૦૧૬ તથાતા.૦૫/૧૦/૨૦૨૨ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લા બહારના શ્રધ્‍ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાના મઢ જાય છે અને હજારોની સંખ્‍યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્‍તા પરથી સતત અવર-જવર કરતા હોય છે અને આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા જિલ્‍લાના સામખીયાળીથી માતાના મઢ સુધી સેવા માટેના કેમ્‍પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે. આ સેવા…

Read More

માતાનામઢનો રસ્‍તો એકમાર્ગીય જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા ૦૪/૧૦/૨૦૨૨ તથા તા ૦૫/૧૦/૨૦૨૨ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લા બહારના શ્રધ્‍ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. આ પદયાત્રિઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાના મઢ જાય છે. હજારોની સંખ્‍યામાં પદયાત્રીઓ માટે નાના નાની રિક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્‍તા પરથી સતત અવર-જવર કરતા હોય છે. આ સમય દરમિયાન માતાના મઢ મધ્‍યે મોટો મેળો યોજાતો હોઇ મોટી સંખ્‍યામાં એસ.ટી.ની બસો પણ અવર- જવર કરતી હોઇ પદયાત્રિઓને મુશ્‍કેલી…

Read More

જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના પ્રયત્નથી કચ્છમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુદ્રઢ થઇ

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ જિલ્લો હોવાના કારણે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના સતત પ્રયત્નના કારણે ૧પમાં નાણાપંચની જિલ્લાની ગ્રાન્ટમાંથી વિવિધ આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાસર (ચ), રવાપર, મનફરા અને બરંદા તેમજ વર્ષ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રેશ્વર, ભીરંડીયારા અને બાલાસર માટે વર્ષ-૨૦૨૦-૨૦ર૧ અને વર્ષ-૨૦ર૧-૨૦રરમાં ૧પમાં નાણાં પંચની જિલ્લા ગ્રાન્ટમાંથી રૂા.૧,૦૦,૯૨,૦૦૦ તેમજ તાલુકાની ગ્રાન્ટના ૧પમાં નાણાપંચમાંથી વર્ષ ૨૦૨૦-૨૦ર૧માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેશલપર- ગુંથલી, ચાંદરાણી, આમરડી, ડુમરા, ઝરપરા, મોટા લાયજા, ઘડુલી અને કુકમા તેમજ વર્ષ ૨૦૨૧-૨૦રરમાં પ્રાથમિક…

Read More