હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રહેતા કોંગ્રેસ ના આગેવાન કરસનભાઈ વાહજીભાઇ ઠાકોર ના નિવાસ સ્થાને સામાજિક પ્રસંગ માં ઠાકોર સમાજના આગેવાનો કોંગ્રેસ ના આગેવાનો ભાજપ ના આગેવાનો ક્ષત્રિય ઠાકોર સેના ના કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં સગા સંબંધી ઊપસ્થિત રહ્યા હતા. જેમાં રાધનપુર ના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ભાજપ ના પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી, ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ લીલા ધર ભાઇ, ઠાકોર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, ચલવાડા ડેલીકેટ જેન્તીભાઇ ઠાકોર, વર્ધીદાન ગઢવી,મહેમદાવાદ સરપંચ ધરવડી સરપંચ સહિત ના લોકો ની ઉપસ્થિતિ માં…
Read MoreDay: August 6, 2022
ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડકોસ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ ના પદ અધિકારીઓ અને વિધાર્થીઓની ઉપસ્થિત માં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં ઉતર ગુજરાત ભારત વિકાસ પરિષદ ના ઉપ પ્રમુખ કમલેશભાઈ તન્ના,મહિલા સંયોજક ધરતી બેન રતાત્રી,હિતેશભાઈ રતાણી, પુવૅ પ્રમુખ દિલીપ પુજારા, ખજાનચી ભરતભાઇ અને વિક્રમ ભાઇ રાઠોડ, રાજેશભાઈ ઠક્કર, મંત્રી ચીરાગ રાવલ સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ફોર્ચ્યુન સ્કૂલ ઓફ સાયન્સ અને ગેલેક્સી જુનિયર સ્કૂલ આચાર્ય તારીફભાઇ ઘાંચી…
Read Moreપાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે એક્સિડન્ટ થતાં મહિલા નુ થયું કરું મોત
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે થી પસાર થતી રેલ્વે લાઈન ના ગેટ નં 95 પાસે સર્જાયો હતો એકસીડન્ટ જેમાં રેલવે ના પાટા ક્રોસ કરવા જતાં 60 વર્ષ ની ખેડૂત મહિલા નુ મોત નિપજ્યું હતું. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ વધુ તપાસ હાથ ધરી તેમજ લાશ ને પી એમ કરવા માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી મહિલા ખેતરે થી ઘાસ નો ભારો લઈને ઘર તરફ આવી રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત રેલ્વેની ની ટકરે મહિલાનો મોત પરિવારમાં શોકનો માહોલ રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં બની ચોરી ની ઘટના
હિન્દ ન્યુઝ, પાટણ પાટણના સાંતલપુરના બોરૂડા, અને લોદરા ગામે ચોરીની ઘટના,બોરૂડાગામે હાઇવે ની દૂકાન ના તાળા તૂટ્યા લોદરા હાઇવે ની હોટલ માંથી પણ ચોરી,ચોરોએ બે જગ્યાએ થી કરી ચોરી, બોરૂડા અને લોદરા હાઇવે થી થઈ ચોરી.દુકાન માંથી તમામ સામન સહિત એનક વસ્તુઓને ની થઈ ચોરી, લોદરા હાઇવે ની હોટલ માંથી મોબાઈલ, રોકડ રકમ સહિત ની થઈ ચોરી રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreશહેરનાં અટલ બિહારી વાજપાઇ હોલ ખાતે ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આવતીકાલે શહેરનાં અટલ બિહારી વાજપાઇ હોલ, મોતીબાગ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર, ભાવનગર દ્વારા આયોજીત રાજ્યકક્ષાનાં મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યની તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી આર.સી.મકવાણા પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ તકે સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીડો.પ્રશાંત જિલોવા સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે. બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી
Read Moreગુજરાતના વનબંધુના જીવનમાં શિક્ષણનો ઉજાસ
હિન્દ ન્યુ, ભાવનગર દેશની વસ્તીના ૮ ટકા જેટલી વસ્તી આદિવાસી વિસ્તારમાં રહે છે. આદિવાસીઓ જ માનવતાનો પાયો છે.સાદગી, સંકટો સાથે જીવનમાં તાલમેલ કેવી રીતે જાળવી શકાય તે આદિવાસી પરંપરાથી શિખી શકાય છે. આદિવાસીઓ ઉત્સવપ્રિય છે, મેળાઓ તહેવારો, ધનધાન્ય- પાકની પૂજા અને ઉજાણીએ એમની આગવી ઓળખ છે. ખેડ કરતી વખતે ધરતીમાતાનું પૂજન, હળ બળદનું પૂજન, ઉગતા સૂર્યનું પ્રકૃતિ- પર્યાવરણનું જતન સાથે સાથે ધન-ધાન્યનું પૂજન, કણ-કણની સાચવણી, ખળામાંથી પકવેલું અનાજ, કોઠારમાં ભરતી વખતે પુરા ભાવ સાથે શ્રીફળ-અગરબત્તી કરીને દેવી-દેવતાને નમન કરીને શ્રીગણેશ કરીને જ ભરે છે. અતિથિ સત્કારમાં આદિવાસી અવલ્લ નંબરે છે.…
Read Moreભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય દ્વારા મહિલા સશક્તિકરણ જાગૃતિ રેલી યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજા રામ મોહનરાય લાઈબ્રેરી ફાઉન્ડેશન, કલકત્તા અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તકના સરકારી જીલ્લા પુસ્તકાલય, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આધુનિક ભારતના પિતા શ્રી રાજા રામ મોહનરોયની ૨૫૦ મી જન્મજયંતિ નિમિતે મહિલા સશક્તિકરણ અંગેનો સંદેશો આપતી જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ, મુક્તાલક્ષ્મી વિદ્યાલય અને માજીરાજ પ્રાથમિક શાળાની અંદાજે ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. વિદ્યાર્થીનીઓ ભારત “માં”, રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા બનીને રેલીમાં જોડાઈ હતી. રેલીનું પ્રસ્થાન મેયર એ કરાવ્યું. આ તકે મેયર શ્રીમતિ કીર્તિબેન દાણીધારિયાએ જણાવ્યું હતું કે આજની યુવતીઓ દરેક…
Read Moreસણોસરામાં નારી વંદના ઉત્સવ અંતર્ગત લોહીની આરોગ્ય તપાસ કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત સણોસરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શાળાની કિશોરીઓના લોહીની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના હેમાબેન દવેની ઉપસ્થિતિમાં તબીબ કર્મચારીઓએ કિશોરીઓના લોહી અને આરોગ્ય સંદર્ભે તપાસ કરી હતી. સણોસરાના સરપંચ હિરાભાઈ સાંબડ તથા પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ ડાભી તેમજ આગેવાનો સાથે રહ્યાં હતાં. બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી
Read Moreપાલીતાણાની મોડલ સ્કૂલ, માનવડ ખાતે દેશભક્તિના રંગો છવાયાં
હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના ’તિરંગા અભિયાન’ માં દેશ પ્રત્યે જોડાવાની ભાવના સાથે જોડાઇ આજે બધાં લોકો આગળ આવી રહ્યાં છે. ત્યારે આજે ભાવનગરની પાલીતાણાની મોડલ સ્કૂલ, માનવડમાં બાળકો ભારત માતા, રાણી લક્ષ્મીબાઇ વગેરેની વેશભૂષા સાથે આવીને દેશભક્તિનો અદભૂત માહોલ બનાવ્યો હતો. વિદ્યાર્થીઓ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઇને વિવિધ સ્પર્ધાઓ જેવી કે, લેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા, વકૃત્વ સ્પર્ધામાં જોડાઇ રહ્યાં છે. આઝાદી કા અમૃત મહોત્સવ ભાવનગરની દરેક ગલી સાથે દરેક શાળા કોલેજોમાં પહોંચ્યો છે. અને વિદ્યાર્થીઓનો ઉમંગ- ઉત્સાહ એમ જ દેખાઇ આવે છે. રાષ્ટ્ર ભાવનાનો આવો સંચાર…
Read Moreશિશુવિહારમાં ’બાલોત્સવ’ સાથે ’તિરંગોત્સવ’ સાથે દેશભક્તિનો ઉમંગ અને ઉત્સાહ છવાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર જેમ- જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ તેની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ ભાવનગરમાં વધતો જાય છે. મોટેરાઓ સાથે ભૂલકાઓ પણ તેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના ’તિરંગા અભિયાન’ માં દેશ પ્રત્યેની અમીટ ભાવના સાથે જોડાઇ રહ્યાં છે. ત્યારે આજે ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ ’બાલોત્સવ’ સાથે ’તિરંગોત્સવ’ સાથે દેશભક્તિનો ઉમંગ અને ઉત્સાહ છવાયો હતો. બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી
Read More