શહેરનાં અટલ બિહારી વાજપાઇ હોલ ખાતે ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આવતીકાલે શહેરનાં અટલ બિહારી વાજપાઇ હોલ, મોતીબાગ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર, ભાવનગર દ્વારા આયોજીત રાજ્યકક્ષાનાં મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યની તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી આર.સી.મકવાણા પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.

આ તકે સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીડો.પ્રશાંત જિલોવા સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment