રાધનપુર રેલવે સ્ટેશન ખાતે સામાજિક પ્રસંગમાં ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ આપી હાજરી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રહેતા કોંગ્રેસ ના આગેવાન કરસનભાઈ વાહજીભાઇ ઠાકોર ના નિવાસ સ્થાને સામાજિક પ્રસંગ માં ઠાકોર સમાજના આગેવાનો કોંગ્રેસ ના આગેવાનો ભાજપ ના આગેવાનો ક્ષત્રિય ઠાકોર સેના ના કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં સગા સંબંધી ઊપસ્થિત રહ્યા હતા.

જેમાં રાધનપુર ના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ભાજપ ના પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી, ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ લીલા ધર ભાઇ, ઠાકોર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, ચલવાડા ડેલીકેટ જેન્તીભાઇ ઠાકોર, વર્ધીદાન ગઢવી,મહેમદાવાદ સરપંચ ધરવડી સરપંચ સહિત ના લોકો ની ઉપસ્થિતિ માં આ સામાજિક પ્રસંગ યોજાયો હતો.

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment