સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી જૂન/૨૦૨૨ – જુલાઇ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૮/૦૬/૨૦૨૨નાં રોજ જેઠી અમાસ, તા.૦૧/૦૭/૨૦૨૨નાં રોજ અષાઢી બીજ, તા.૦૭/૦૭/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૦૯/૦૭/૨૦૨૨નાં રોજ ગૌરીવ્રત પ્રારંભ, તા.૧૦/૦૭/૨૦૨૨નાં રોજ બકરી ઇદ, તા.૧૩/૦૭/૨૦૨૨નાં રોજ ગુરૂ પુર્ણીમા, તા.૧૫/૦૭/૨૦૨૨નાં રોજ જયા પાર્વતી વ્રત જાગરણ, તા.૧૮/૦૭/૨૦૨૨નાં રોજ નાગ પંચમી, તા.૨૦/૦૭/૨૦૨૨નાં રોજ તુલસી જ્યંતિ તથા તા.૨૩/૦૭/૨૦૨૨નાં રોજ એકનાથ પુણ્ય તિથિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવાં અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી,…

Read More

કાંકરેજ તાલુકા ના તમામ દશનામી ગોસ્વામી યુવા મંડળ ના સભ્યો ની મિટિંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, કાંકરેજ મિંટિંગ પધારેલ કાંકરેજ દશ ગોસ્વામી યુવા મંડળ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું મોજે ગામ જંત્રાખડી, તા. કોડીનાર જી. ગીર સોમનાથ ના ગૌસ્વામી ( મેઘના થી ) કૌશિકગીરી ની લાડલી દીકરી પ્રથા સાથે જે ઘટના બની એ ખૂબ જ દયનિય છે અને ક્ષમા ને પાત્ર નથી. આવા નારાદ્યમો ને સરકાર દ્વારા સ્પેશિયલ કોર્ટ દ્વારા આવું અદયમ્ય કૃત્ય કરનાર ને તાત્કાલિ કેસ ચલાવી અને ફાંસી ની સજા કરવામાં આવે જેથી ભવિષ્ય માં આવી નિર્દોષ બાળાઓ નો ભોગ લેવાય નહીં. અમો સમાજ વતી સરકાર ને આ આવેદનપત્ર…

Read More

Jee (Main)-2021 ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલામાં આગામી તા.૨૩-૦૬-૨૦૨૨ થી તા.૨૯-૦૬-૨૦૨૨ દરમ્યાન સેશન-૧ની તથા તા.૨૩-૦૭-૨૦૨૨ થી તા.૩૦-૦૭-૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન સેશન-૨ ની રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા Jee (Main)-૨૦૨૨ ની લેખીત પરીક્ષા લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.  જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા…

Read More

મિશન મંગલમ યોજના હેઠળ મહુવાનાં વાઘનગર ગામનાં એકતા સખી મંડળનાં અંજુબેન કાપડીયા થયાં પગભર

હિન્દ ન્યુઝ, ભાવનગર આજની બહેનો હવે ઘરે રહીને કામ કરવાની સાથે બહાર નીકળી પોતાનો ડંકો વગાડી રહી છે. દરેક સફળ પુરુષોની સાથે મહિલાઑ પણ ખભે ખાંભા મિલાવી કામ કરી રહી છે ગુજરાત સરકાર મહિલાઑ ને પગભર બનાવવા માટે અલગ અલગ યોજનાઓ લાવી રહી છે તેમજ આ યોજનાને સફળ બનાવવા છેવાડાનાં ગામડા સુધી પહોંચી મહિલાઓને પગભર કરવાનો નિર્ધાર ચરિતાર્થ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગામની મહીલાઓને પગભર કરવાની નેમ એટલે સખી મંડળ યોજનાં. આ યોજનાથી મહિલાઓ માટે સશક્તિકરણનાં નવા દ્વાર ખૂલી રહ્યાં છે. આ યોજના અંતર્ગત છેવાડાનાં ગામડામાં રહેતી મહીલાઓને…

Read More

કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ગુજરાત ના તમામ તાલુકા તેમજ જિલ્લા પ્રમુખ મિત્રો ની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવેલ

 હિન્દ ન્યુઝ, ભાવનગર             કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ગાયત્રી આશ્રમ શેરખી વડોદરા મુકામે ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના નેજા હેઠ ગાયત્રી આશ્રમ સરખી મુકામે ગુજરાત ના દરેક જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં બે દિવસ ના ચાર સત્ર નું આયોજન માં સમસ્ત ભૂદેવો ને પોતાના અંગત અનુભવો વિશે જાણકારી મેળવી તેનો આગળ શું બ્રહ્મ વિકાસ માટે પ્રયત્નો કરી શકાય તેની વિચારણા કરવામાં આવેલ તેમજ સમસ્ત કર્મકાંડ કરનારા ભૂદેવો ના જીવન માં આવનારી…

Read More

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમૃત વર્ષ ઉજવતાં હરિરામ બાપા આશ્રમનાં આંગણે ‘માતૃશક્તિ સૂર્યવંદના’ નું અનોખું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર સૌરાષ્ટ્ર એટલે સંત શૂરવીર અને સાવજની ધરતી. પાલિતાણા પંથકનાં પ્રસિધ્ધ સંત હરિરામબાપા ગોદડીયાનાં ભક્તો દ્વારા ભારતીય સ્વતંત્રતાના ઉષાકાળે પાલિતાણામાં સ્થાપિત શ્રીહરિરામબાપા ગોદડીયા આશ્રમના પાવન પ્રાકૃતિક અને વિશાળ આંગણમાં ૧૦૮ બહેનો ૧૦૮ સૂર્યનમસ્કાર સમૂહમાં કરી આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ‘માતૃશક્તિ સૂર્યવંદના’ ના આ અનોખા કાર્યકમનું આયોજન વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીની પાલિતાણા શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે કેન્દ્રના યોગ તજજ્ઞ દ્વારા સાપ્તાહિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત બે મહિલા શિક્ષણ સંસ્થા શ્રીમતી પી.એન.આર. શાહ મહિલા આર્ટસ એન્ડ…

Read More

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર          સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે ત્યારે ભાવનગરની ખૂબ જાણીતી એવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું છે કે, છેલ્લાં ચાર દિવસથી શાળાનાં શિક્ષકો બાળકોને યોગનાં વિવિધ આસનોની તાલીમ આપતાં હતાં. સામાન્ય રીતે કોઈપણ નવી બાબત શીખવા માટે આંખ મહત્વની ઇન્દ્રિય પુરવાર થાય છે, પરંતુ જેમણે પોતાની આંખો દૃષ્ટિ ગુમાવી હોય તેવા વ્યક્તિઓ અન્ય ઇન્દ્રિયોની મદદથી સામાન્ય વ્યક્તિઓની જેમ જ યોગ કરતા નિહાળવા એ…

Read More

ભાવનગરના ભેગાળી ગામના ઉપસરપંચે તેમના જન્મ દિવસની ઉજવણી બાળકોને પેન અને સ્કૂલ બેગનું વિતરણ કરીને કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગોહિલવાડ એ સંતો અને શૂરાની ભૂમિ છે. તો સાથે દાન- સખાવત કરવાં માટે પણ આ ભૂમી પાછળ પડતી નથી. અનાથ કે વૃધ્ધો માટે જમવાં, કપડાં સહિતની વ્યવસ્થા કરવાની હોય કે સામાજિક, ધાર્મિક કોઇપણ કાર્ય હોય આ ધરાં પરથી કોઇને કોઇને મદદનો હાથ આગળ આવતો રહ્યો છે. આવાં જ એક કિસ્સામાં માત્ર ૨૩ વર્ષની ઉંમરના અને ભાવનગરના તળાજાના ભેગાળી ગામના ઉપસરપંચ પી.ડી ડાભીએ તેમના જન્મ દિવસે ગામની શાળાના ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલાં ૨૦ ભૂલકાઓને પેન્સીલ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ બે દિવસ બાદ જ રાજ્યમાં…

Read More

વાજપાઇ બેંકેબલ યોજનાનાનો લાભ લેવા ઇંચ્છુક લાભાર્થીઓએ blp.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ  સરકારની અમલીકૃત વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ જે અરજદારશ્રીઓ પાત્રતા ધરાવતા હોઇ તેવા અરજદારોને સ્વરોજગારી પુરી પાડવાના આશયથી blp.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે વાજપાઇ બેંકેબલ યોજના માટે ૧૮ થી ૬૫ વર્ષની વય ધરાવતા હોવા જોઇએ. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું ધો-૪ પાસ અથવા તાલીમ/ અનુભવમાં વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે. અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ. આ યોજનામાં આવક મર્યાદા નથી.      …

Read More

બોટાદની સરકારી હાઇસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ      તા. ૨૧ જૂનને વિશ્વભરમાં ‘યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો હતો.       આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને યોગ દિવસ ઉજવવાનું સૌભાગ્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે બોટાદ જિલ્લાને પણ આ મહામૂલો અવસર મળ્યો છે. યોગ એવી પ્રક્રિયા…

Read More