મિશન મંગલમ યોજના હેઠળ મહુવાનાં વાઘનગર ગામનાં એકતા સખી મંડળનાં અંજુબેન કાપડીયા થયાં પગભર

હિન્દ ન્યુઝ, ભાવનગર

આજની બહેનો હવે ઘરે રહીને કામ કરવાની સાથે બહાર નીકળી પોતાનો ડંકો વગાડી રહી છે. દરેક સફળ પુરુષોની સાથે મહિલાઑ પણ ખભે ખાંભા મિલાવી કામ કરી રહી છે ગુજરાત સરકાર મહિલાઑ ને પગભર બનાવવા માટે અલગ અલગ યોજનાઓ લાવી રહી છે તેમજ આ યોજનાને સફળ બનાવવા છેવાડાનાં ગામડા સુધી પહોંચી મહિલાઓને પગભર કરવાનો નિર્ધાર ચરિતાર્થ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગામની મહીલાઓને પગભર કરવાની નેમ એટલે સખી મંડળ યોજનાં. આ યોજનાથી મહિલાઓ માટે સશક્તિકરણનાં નવા દ્વાર ખૂલી રહ્યાં છે. આ યોજના અંતર્ગત છેવાડાનાં ગામડામાં રહેતી મહીલાઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. આમ, સખી મંડળ શરૂ કરી પગભર થાય છે. ભાવનગર જિલ્લાનાં મહુવાનું તાલુકાનું અંતરીયાળ ગામ વાઘનગરમાં રહેતા  અંજુબેન કાપડીયા ૧૫ બહેનો સાથે મળી સખીમંડળ ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, બહેનોએને મળીને ૪ વર્ષ પહેલાં ગુજરાત સરકારની સખી મંડળ યોજના વિષે ખ્યાલ આવતાં તાલીમ મેળવી એકતા ગ્રામ સંગઠન ઉભું કરવામાં આવેલ છે. આ બહેનોને પશુપાલન, હીરા, ખેતી, ખાખરા બનાવવા, તેમજ બેકરી આઈટમ બનાવવાં માટેની કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. તેમજ આ તાલીમ બાદ બનાવવામાં આવેલ આઈટમ પોતાના ગામડામાં તેમજ આજુબાજુનાં ગામોમાં વહેચીને ભેગી થયેલ માતબર રકમ નાની- નાની બચતો કરી બેન્કમાં પૈસા ભેગા કરવામાં આવે છે. આમ, આ મહીલાઓ પગભર બની સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ પ્રવૃત્તિ તેઓ ચાર વર્ષથી ચલાવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ૭ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તેમજ આ મંડળોની બહેનો દ્વારા ૧૦ થી ૧૫ હજાર જેટલું રીવોલ્વિંગ ફંડ ઉભુ કરેલ છે. આ ગ્રાંન્ટની રકમ થકી બહેનો પોતાની આવક ઉપાર્જનમાં જરૂરી સાધનો મેળવવા તેનો ઉપયોગ કરી શકે છે. ગામની બહેનો સાથે મળીને આર્થિક ઉપાર્જન વધારવા માટે પરસ્પર ચર્ચા કરીને નવા વિચારોને અમલમાં મૂકે છે. આ ઉપરાંત અંજુબેને આર.સી.ટી. ની ટ્રેનીગ લઈ ને છેલ્લાં બે વર્ષથી બેન્ક મિત્ર તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ગામની બહેનોની બચત બેન્કમાં જમા કરાવવી અને સાથો સાથ મંડળીનાં પણ આર્થિક વ્યવહાર કરવામાં આ ટ્રેનિંગ ઉપયોગી નીવડી છે. ગુજરાત સરકારની ડબલ એન્જિનની સરકાર મક્કમ નિર્ણયો કરીને દરેક વર્ગને અનુલક્ષીને યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની સાથે તેના યોગ્ય અમલ માટે પણ સતત કાર્યશીલ છે. આ ઉપરાંત યોજના બનાવી લોકોને મદદરૂપ બનવા રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ છે. યોજનાનો લાભ મેળવવામાં શહેરની સાથે છેવાડાનાં ગામડાનાં માનવીને પણ ઉપયોગી સાબીત થાય છે. ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી છે. જેમની એક એટલે સખી મંડળ યોજના. આ યોજના મહીલાઓ માટે આશીર્વાદરૂપ નીવડી છે.

Related posts

Leave a Comment