સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  રાજ્યના ર૦રર-ર૩ના અંદાજપત્રને આવકારતા ભૂપેન્દ્ર પટેલ “બહુજન હિતાય બહુજન સુખાય”ના કેંદ્રીય વિચાર સાથે સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક સિદ્ધ થશે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ • દેશના ગ્રોથ એન્જીન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવારોજગારી, સાગરખેડૂ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ-વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ • ગત વર્ષ કરતાં ૧૭ હજાર કરોડના વધારા સાથે ૨ લાખ ૪૪ હજાર કરોડનું આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું બજેટ • બજેટની જોગવાઇઓ વનબંધુને વિશ્વબંધુ બનાવવવાની રાજ્ય સરકારની…

Read More

પાલનપુર ખાતે પશ્વિમ રેલ્વે કર્મચારી યુનિયન દ્વારા રક્તદાન શિબિર યોજાઇઃ ૫૨ બોટલ બ્લડ એકત્ર કરાયું

હિન્દ ન્યુઝ, પાલનપુર        પાલનપુર રેલ્વે હોસ્પીટલ ખાતે પશ્ચિમ રેલ્વે કર્મચારી યુનિયન દ્વારા ગઇકાલ તારીખ ૨ માર્ચ-૨૦૨૨, બુધવારના રોજ પશ્ચિમ રેલ્વે કર્મચારી યુનિયનના સ્થાપક ઉમરાવમલ પુરોહીતના જન્મદિવસ પ્રસંગે ભૂમિ બ્લડ બેન્ક, પાલનપુરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૫૨ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં મોટી સંખ્યામાં રેલ્વેના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન શિબિરમાં બી. પી. ગઢવી, સચિવ (સેક્રેટરી) પાલનપુર તથા અમદાવાદ મંડલના સંગઠન મંત્રીની અધ્યક્ષતામાં તથા હારૂન કાજી, કે.સી.મીણા, એલ્વિસ જ્યોર્જ, વિનોદ સિંહ, સરફુદિન, અનુજ સહાયજી તથા…

Read More

જિલ્લા પંચાયત ખાતે ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ  જિલ્લા પંચાયત ભવનના સ્વર્ણિમ હૉલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર મેડિકલ ઑફિસરઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નવજાત શિશુથી લઈ કિશોરવયના બાળકો સુધી તમામના આરોગ્યની ચિંતા કરી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જન્મથી ખોડ-ખાંપણ ધરાવતા બાળકોની ઝડપી ઓળખ અને તેમને…

Read More

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે ૮ માર્ચ ૨૦૨૨ નાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે બોટાદ તાલુકાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટેક્ષટાઇલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય ઔધોગિક એકમ સ્કાય પ્રીમવેર પ્રા.લી – લાઠીદડ માટે તા.૦૮/૦૩/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૮ (આઠ) પાસની લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સ્કાય પ્રીમવેર ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતે ખાસ રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે એકમ ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળા કાર્યક્રમના દિવસે અનુબંધમ…

Read More

અરવલ્લીમાં ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) ની બેઠક સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ.

હિન્દ ન્યુઝ, મોડાસા         અરવલ્લી જિલ્લા ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં મોડાસા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ગામડાના છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરીયાતોને પ્રાથમિકતા અપાય તે જરૂરી છે. વધુમાં તેમણે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સબંધિત હેતુ માટે અને સમયમર્યાદામાં થાય તેવું અધિકારીઓને જણાવ્યું અને જૂના રહેલ બાકી કામોને પૂર્ણ કરવા…

Read More

અમદાવાદની સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ યુ.એન.મહેતામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી હ્રદયની ખામી સાથે જન્મેલા મહોમદનું સફળ ઑપરેશન

હિન્દ ન્યુઝ, અમદાવાદ           સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના માત્ર અઢી માસના બાળકનું હ્રદયનું ઑપરેશન અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું. દેશ જ નહીં પણ સમગ્ર એશિયાની સૌથી જાણીતી અને આધુનિક સુવિધાઓથી યુક્ત આ હોસ્પિટલમાં આ બાળકના ઑપરેશન સહિતના તમામ ખર્ચ માટે બાળકના પરિવારે એકપણ રૂપિયો ચૂકવ્યો નહીં. કાકોશી ખાતે રહેતા ફહદ અસામદીના ઘરે ગત ઓક્ટોબર મહિનામાં પારણું બંધાયું. એકાદ મહિનાનો સમય વિત્યો હશે ત્યારે બાળક મહોમદના માતા-પિતાને ધ્યાનમાં આવ્યું કે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે અને સ્તનપાન કરવામાં પણ. નવજાત શિશુઓના આરોગ્ય સબંધી માહિતી મેળવતા…

Read More

પાલનપુર ખાતે ખાતે ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, પાલનપુર           પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશ હરીયાણીના અધ્યક્ષસ્થાને ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર મેડિકલ ઑફિસરઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા અને ૨૭ લાભાર્થી બાળકોને ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરાયું હતુ. આ કાર્યક્રમમાં ર્ડા. હરીયાણીએ જણાવ્યું કે, જન્મથી ખોડ-ખાંપણ ધરાવતા બાળકોની ઝડપી ઓળખ અને તેમને ત્વરિત સારવાર મળે તે માટે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. ડીલીવરી સમયે તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરીને જરૂરિયાતમંદ બાળકોને સમયસર સેવાઓ આપી…

Read More

સુરતના ખજોદ ખાતે નિર્માણાધિન ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લેતાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ

હિન્દ ન્યુઝ, સુરત      ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સુરતના ખજોદ ખાતે ‘ડ્રીમ સિટી’ પ્રોજેક્ટ હેઠળ આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રકલ્પ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. તેમણે અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો અને હીરા વ્યવસાયીઓ પાસેથી પૂર્ણતાના આરે પહોંચેલા આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી અને અંતિમ તબક્કાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી. આ પ્રસંગે શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં સુરતના હીરા ઉદ્યોગકારોએ જોયેલું ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર થવાં જઈ રહ્યું છે. ગુજરાત સરકારે જમીન સહિતની પાયાની જરૂરિયાતો પૂરી પાડતાં સુરત-ગુજરાતનું સીમાચિહ્નરૂપ…

Read More

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જૂનાગઢની કોલેજમાં યોજાઈ મૂટ કોર્ટ સ્પર્ધા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ           જૂનાગઢ ની જુનિયર ચેમ્બર, એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ માં ગુજરાતી મુટ કોર્ટ સ્પર્ધા નું આયોજન કરાયું હતું, જેમાં કોલેજમાં કુત્રિમ કોર્ટ ઉભી કરાઈ,વિવિધ કલમોના કેસ રજૂ કરાયા જો પ્રથમ સફળ પ્રયોગ કર્યો હતો સંસ્થાના પ્રમુખ નાનજી ભાઈ વેકરીયા માર્ગદર્શન હેઠળ યોજાયેલ મૂટ કોર્ટ સ્પર્ધામાં કાયદાનો અભ્યાસ કરી વકીલાત કરવા માંગતા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ નોલેજ મેળવ્યું હતું આ માટે કોલેજમાં જ કુત્રિમ કોર્ટ બનાવાઈ હતી સાથે સાથે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨,૩૦૪,૩૭૯,૩૮૦,૩૦૬ વગેરે કલમો લગતા કેસો તેમજ ફોજદારી કાર્યકર સહિતની કલમો અન્વયે ભરણપોષણના…

Read More

ભાવનગર જિલ્લાનાં બાગાયતદારોને બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર                  ભાવનગર જિલ્લાના બાગાયતદારને બાગાયત ખાતું, ગુજરાત રાજય, નાયબ બાગાયત નિયામક, ભાવનગરની ખેડુતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફતે યાદી-૧ પ્રમાણે તા.૩૦/૦૪/૨૦૨૨ સુધી www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતાં ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે. જેમાં અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ફળપાકો/વધુ ખેતી ખર્ચવાલા ફળપાકો…

Read More