હિન્દ ન્યૂઝ, આજ રોજ ભારતીય જનતા પાર્ટીના દેશના અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોવાથી તેના માટે ધાંગધ્રા શહેર સંગઠન દ્વારા ધ્રાંગધ્રા કામદાર મહામંડળ ની ઓફિસ ખાતે મિટિંગ રાખવામાં આવી હતી. તેમાં જિલ્લા ના પ્રભારી, ધ્રાંગધ્રા શહેર સંગઠન ના તમામ હોદેદારો, દરેક મોરચાના અપેક્ષિત હોદેદારો, ધ્રાંગધ્રા નગરપાલિકા દરેક વોર્ડ ના તમામ સુધરાઇ સભ્યો, વિવિધ સમિતિ ના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા અને મોદી ના આગામી ગુજરાત પ્રવાસ માટે ની તૈયારીઓ તેમજ આયોજન અંગે ની જવાબદારી સોંપવામાં આવી હતી. રિપોર્ટર : સલીમ ઘાંચી, ધાંગધ્રા
Read MoreDay: March 10, 2022
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૫મી પુણ્યતિથિ નિમિતે પુસ્તક પરબ શરૂ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ચોટીલા લોકો દરેક પ્રકારના પુસ્તકો દાન કરી શકે તેમજ જે લોકોને વાંચવા જોઈએ તે લઈ જઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળે તેમની ૭૫મી પૂણ્યતિથિ નિમિતે ૯ માર્ચ ૨૦૨૨ ના રોજથી રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા એક પુસ્તક પરબ ની શરૂઆત કરવામાં આવી. લોકોમાં વાંચન પ્રત્યે રૂચી વધે તેમજ પોતાની પાસે રહેલા પુસ્તકો બીજા લોકો વાંચી શકે તેવા શુભ હેતુથી શરૂ કરવામાં આવેલ આ કાર્યની શુભ શરૂઆત ચોટીલાના પ્રાંત અધિકારી પ્રિયંક ગલચરના શુભ હસ્તે આ પુસ્તક પરબ ખુલ્લું મુકવામાં આવ્યું. સંધ્યા સમયે યોજાયેલ…
Read Moreતળાજા તાલુકાના ઠળિયા ગામે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય વિભાગ, ભાવનગર દ્વારા તળાજા તાલુકાના ઠળિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વ રોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકતાં સાંસદએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં અને દેશમાં લોકોની સુખાકારી વધે અને આરોગ્ય સ્થિતિમાં વ્યાપક ફેરફાર આવે તે માટે આયુષ્યમાન કાર્ડ, ફ્રી નિદાન કેમ્પ, વ્યાપક રસીકરણપ સહિતના પગલાઓ તેમજ દરેક જિલ્લામાં હોસ્પિટલો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેના કારણે આજે દેશમાં આરોગ્ય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. ગ્રામીણ સ્તર અને…
Read Moreરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત થનાર આચાર્ય અભિરુચિ કસોટી 2022
હિન્દ ન્યુઝ, રાજપીપલા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત થનાર આચાર્ય અભિરુચિ કસોટી 2022 ના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તા. 8/3/22થી તા.10/3/22સુધી તમામ જિલ્લા વેરિફિકેશન સેન્ટર ખાતે સુરુ થયેલ જેમાં નર્મદા જિલ્લા વેરિફિકેશન સેંટર આદર્શ નિવાસી શાળા રાજપીપલા ખાતે યોજાયેલ નર્મદા જિલ્લા શિક્ષણ આધિકારી જયેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા શિક્ષણ આધિકારી કચેરી ના દારાસીંગભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ તેમજ તેમની તજજ્ઞ ટિમ દ્વારા કુનેહ અને કાળજી પૂર્વક ર્ડાક્યુમેન્ટ વેરિફિકેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી જેમાં જિલ્લાને ફાળવેલ 75 ઉમેદવારોમાંથી 52 ઉમેદવારો હાજર રહ્યા હતા અને પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. રિપોર્ટર…
Read Moreદેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ જાહેર થતા જસદણના સરદાર ચોક માં ભાજપના હોદ્દેદારો દ્વારા ભાજપની જીતની ખુશીમાં ફટાકડા ફોડી ખુશી નો આનંદ વ્યક્ત કર્યો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણના ભાજપના મોટી સંખ્યામાં બધા જ હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપાના ભવ્ય વિજય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી કોંગ્રેસના સુપડા સાફ થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે તાજેતરમાં દેશ 5 રાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ પાંચે રાજ્યોની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી સવારથી જ પાંચ રાજ્ય પૈકી પંજાબ છોડીને તમામ ચાર રાજ્યોમાં મણિપુર , ઉતરાખંડ, ઉત્તર પ્રદેશ અને…
Read Moreઆઈ.ટી.આઈ મોડાસા ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો ભરતી મેળો યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, મોડાસા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત અધિક નિવાસી કલેકટર ની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના નું ભરતી મેળો આઈ.ટી.આઈ મોડાસા ખાતે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ઉદ્યોગના અધિકારી સોલંકી, મોડાસા જીઆઇડીસી એસોસિએશન ના પ્રમુખ પ્રશાંતભાઈ ઉપાધ્યાય, ઈ મોડાસા આઈટીઆઈના આચાર્ય વૈશાલીબેન પ્રજાપતિ, આઈ.ટી.આઈ મોડાસા મહિલાના આચાર્ય ભાવેશભાઈ પટેલ જિલ્લાના એપ્રેન્ટીસ એડવાઈઝર ઓ તેમજ આઈટીઆઈના તમામ ફોરમેનો અને જિલ્લાના એપ્રેન્ટીસ રોજગારી મેળવવા ઇચ્છુક કુલ ૨૫૦૦ ઉમેદવારો ભાઈઓ તથા બહેનો ને જાણ કરી હાજર રાખેલ હતા. જેમાં કુલ ૮૨ એપ્રેન્ટિસની બેઠકો માટે કુલ ૧૩ એકમો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : મોહસીન…
Read More