હિન્દ ન્યુઝ, કાંકરેજ કાંકરેજ તાલુકાના ઉણ ખાતે શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ, ઊણ દ્વારા દર વર્ષે સર્વ-રોગ નિદાન કેમ્પનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષે તા. 13/03/2022 ને રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નિદાન કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી. સવારે ૯.૦૦ વાગ્યે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 1). ડૉ.આર.એન.નૌલખા (જનરલ સર્જન આસ્થા હોસ્પિટલ રાધનપુર) 2. ડૉ.વિષ્ણુભાઈ વી ઝુલા (M.D.મેડિસિન રાધનપુર) 3.નિર્મલભાઇ પી પટેલ(E.N.T., પાટણ) 4. ડો હિમાંશુ…
Read MoreDay: March 14, 2022
ધો- ૧૦ અને ધો- ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચ થી ૧૨ એપ્રિલ સુધી યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા. ૨૮ માર્ચ થી તા. ૧૨ મી એપ્રિલ સુધી રાજ્યભરમાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે રાજ્યસ્તરીય વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ અંગેની વિડીયો કોન્ફરન્સમાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે, ભાવનગર પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, શિક્ષણાધિકારી સર્વ એન. જી. વ્યાસ, જે.પી.મૈયાણી અને શિક્ષણવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકને સંબોધન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, કોરોનાને કારણે શિક્ષણ પર ઘણી અસર પડી છે તેવાં…
Read Moreબોટાદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ મા ખેલમહાકુંભ સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાતના સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઈકોનિક ઈવેન્ટ તરીકે ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન નક્કી કરવામાં આવેલ છે. જેમા શાળા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ સ્પર્ધા શાળા/ગામ્ય કક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ દરમ્યાન એથ્લેટીક્સ, વોલીબોલ, ખો-ખો, રસ્સા ખેંચ, ચેસ, યોગાસન અને કબ્બડી જેવી રમતો યોજાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ દરમ્યાન એથ્લેટીકસ, વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ,…
Read Moreગઢડા તાલુકામાં સ્થાનિક કક્ષાએ તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રૂપિયા ૩૫,૭૦૦/- નો દંડ વસુલવામા આવ્યો
હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્લેકટર બીજલ શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. જે અંતર્ગત તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.રંગૂનવાલાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કોર્ડ દ્વારા આજ રોજ તા.૧૪/૦૩/૨૦૨૨ ના રોજ…
Read Moreકેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું : મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ : ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની ‘સહકારથી સમૃદ્ધિ’નું વિઝન સાકાર કરશે વડાપ્રધાનના ‘સહકાર સે સમૃદ્ધિ’ મંત્રને અનુસરી સહકારી ક્ષેત્ર દેશના વિકાસમાં મહામૂલું યોગદાન આપશે – કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને…
Read Moreસ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે આપી અનૂમતિ
હિન્દન્યુઝ, ગાંધીનગર નલ સે જલ કાર્યક્રમ અનુલક્ષીને મુખ્ય મંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણી વિતરણ માટે ૧૬૮.૭૩ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો ર૦૦ એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અંદાજે રૂ. ૮પ.૬૪ કરોડના ખર્ચે બનશે જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી રિંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી રપ૦૦ મી.મી. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન નાંખવાના રૂ. ૮૩.૦૯ કરોડના કામો હાથ ધરાશે ઉત્તર પશ્ચિમ ઝોન-દક્ષિણ પશ્ચિમ ઝોન-ચાંદખેડા-મોટેરા-સાબરમતી વિસ્તારોને જાસપૂરના હયાત ૪૦૦ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણી અપાય છે હવે જાસપૂર પ્લાન્ટના કમાન્ડ વિસ્તારના બોપલ-ઘુમા નગરપાલિકા સહિતના નવા સમાવિષ્ટ વિસ્તારોને…
Read More