સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે આપી અનૂમતિ

હિન્દન્યુઝ, ગાંધીનગર

નલ સે જલ કાર્યક્રમ અનુલક્ષીને મુખ્ય મંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણી વિતરણ માટે ૧૬૮.૭૩ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી

જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો ર૦૦ એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અંદાજે રૂ. ૮પ.૬૪ કરોડના ખર્ચે બનશે

જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી રિંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી રપ૦૦ મી.મી. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન નાંખવાના રૂ. ૮૩.૦૯ કરોડના કામો હાથ ધરાશે

ઉત્તર પશ્ચિમ ઝોન-દક્ષિણ પશ્ચિમ ઝોન-ચાંદખેડા-મોટેરા-સાબરમતી વિસ્તારોને જાસપૂરના હયાત ૪૦૦ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણી અપાય છે

હવે જાસપૂર પ્લાન્ટના કમાન્ડ વિસ્તારના બોપલ-ઘુમા નગરપાલિકા સહિતના નવા સમાવિષ્ટ વિસ્તારોને પણ પાણી આપવાનું મહાપાલિકાનું બહુઆયામી આયોજન

આગામી ર૦૪પ ની અંદાજિત વસ્તીની આશરે ૧૦,રર૭ એમ.એલ.ડી પાણી જરૂરિયાત ધ્યાને રાખી મહાનગરપાલિકાએ કરેલા સૂચિત આયોજનને મુખ્યમંત્રીએ આપી મંજૂરી

Related posts

Leave a Comment