બોટાદ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવ ખાતે તારીખ 19 .3 .2022 ને સવારના 9:00 કલાકે સુજલામ સુફલામ જળ અભિયાન 2022 શુભારંભ કાર્યક્રમ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. સુજલામ સુફલામ યોજનાના શુભારંભ કાર્યક્રમ અંતર્ગત બોટાદ સ્થિત કૃષ્ણ સાગર તળાવ ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન વિશે તમામ માહિતગાર બને તે માટે બોટાદ નગરપાલિકા, નાનાજી દેશમુખ હોલ ખાતે તા.19.03.2022 ને સવારના 9.00 કલાકે બોટાદ જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે જેમાં તમામ જાહેર જનતાને…

Read More

બોટાદ ખાતે પોષણ અભિયાન હેઠળ રાષ્ટ્રીય કક્ષાનાં “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ  ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ પોતાનાં બાળકની પોષણની સ્થિતિ સુધારવા માટે માતા-પિતા-વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને કોમ્યુનીટી મોબીલાઈઝેશનની સાથે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે. આ ખ્યાલ સાથે ૦ થી ૬ વર્ષનાં બાળકો માટે “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” તા.૨૧મી માર્ચ થી ૨૭મી માર્ચ ૨૦૨૨ સુધી સમગ્ર ભારતમાં યોજવામાં આવશે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ બાળકોનું વજન-ઉંચાઈ મહિનાનાં બીજા મંગળવારે કરવામાં આવે છે,…

Read More

ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી આવતીકાલે કરાવશે શુભારંભ

સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભાવનગર સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે. જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે. ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ્ જળ અભિયાનના પાંચમા ચરણનો વરતેજ ખાતે આવેલ માલેસરી નદી, મેલડી માતાના મંદિર પાસે, સોળવદરા રોડ ખાતેથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આવતીકાલે સવારે સવારે ૯.૦૦ કલાકે શુભારંભ કરાવશે. આ પ્રસંગે જિલ્લા…

Read More