હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનાં ઉપક્રમે ભાવનગર મહાનગરપાલિકાકક્ષા અમલીકરણ સમિતિની રાહબરી નીચે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર આયોજિત ભાવનગર શહેરમાં યોજાનાર ખેલ મહાકુંભની મહાનગરપાલિકાકક્ષા (જિલ્લાકક્ષા)ની બાસ્કેટબોલ સ્પર્ધા તારીખમાં ફેરફાર થયેલ હોય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર શાળા, કોલેજ, સંસ્થાના અંડર – ૧૪, ૧૭, ઓપન એઇઝના ખેલાડી ભાઈઓ/બહેનોએ નવી તારીખ મુજબ સ્પર્ધા સમયે હાજર રહેવાનુ રહેશે. જેમાં તા.૨૪/૦૩/૨૦૨૨ નાં રોજ અંડર – ૧૪, ૧૭ ભાઈઓની સ્પર્ધા યોજાશે. તા.૨૫/૦૩/૨૦૨૨ નાં રોજ સવારે ૦૮:૦૦ કલાકે અંડર-૧૭ બહેનો અને સાંજે ૦૫:૩૦ કલાકે ઓપન એઇઝ…
Read MoreDay: March 22, 2022
જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાની અલગ અલગ ઇવેન્ટમા એક થી ત્રણમા સૌથી વધુ ૨૮ નંબર મેળવતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો, શાળાના આચાર્યએ પણ બે ઇવેન્ટમા બીજો નંબર મેળવ્યો
હિન્દ ન્યુઝ, ભાવનગર ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ ખાતે તારીખ : ૨૧/૩/૨૦૨૨ ના રોજ બપોર બાદ યોજાઇ હતી જેમા પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકોએ શાનદાર પ્રદર્શન કરતા ૧૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ, ૪૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ, ૧૦૦ મીટર બેક સ્ટ્રોક, ૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક,૧૦૦ મીટર બટર ફલાઇ, ૨૦૦ મીટર મીડલે એમ અલગ અલગ ઇવેન્ટમા આઠ બાળકો પ્રથમ નંબર અને અગિયાર બાળકોએ બીજો નંબર મેળવ્યો હતો જ્યારે નવ બાળકોએ ત્રીજો નંબર મેળવ્યો હતો અને શાળાના આચાર્ય બી.એ.વાળાએ પણ ૧૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ અને ૫૦ મીટર…
Read MoreCSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ : રૂ. ૨૬.૯૬ લાખના ખર્ચે તળાવનું નવીનીકરણ થશે
હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ જિલ્લાને નીત નવી સુલભ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લા કલેક્ટરના અથાક પ્રયાસો અને JCB ઈન્ડીયા લિમિટેડ એસોશિએટના વાઇસ પ્રેસિડેન્ટ જશવંતસિંઘના સહયોગ થકી CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામના તળાવને ઉંડુ કરવાના ભાગરૂપે રૂા.૨૬.૯૬ લાખ મંજૂર કરાયાં છે. જે કામનું ગત તા.૧૯ મી માર્ચે વિધિવત પ્રારંભ કરાયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાના કામની સાથે તળાવમાંથી કાઢવામાં આવતી માટી થકી તળાવના ચારેય બાજુની પાળીઓ બનાવી તળાવના મજબૂતીકરણ માટે ઉપયોગી…
Read Moreસ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ ધ્રાંગધ્રા ખાતે આગામી એપ્રિલથી શરુ થનાર ૬ મહિનાના તાલીમ કોર્સમાં જોડાવવા માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ(સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે શિલ્પકાર તરીકે કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી ૬ મહિનાના બિગીનર પ્રમાણપત્ર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ૧૪ થી ૨૮ વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછુ ધોરણ ૮ પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ તાલીમમાં જોડાઈ શકે છે. એપ્રિલથી બિગીનર પ્રમાણપત્ર કોર્સ શરુ થયા બાદ તબક્કાવાર માધ્યમિક સર્ટીફીકેટ કોર્સ, એડવાન્સ સર્ટીફીકેટ કોર્સ અને ડીપ્લોમા કોર્સ શરુ કરાશે. ઇન્સ્ટીટયુટને અદ્યતન અને…
Read Moreબોટાદ જિલ્લામાં ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરીક્ષા સમિતી અમદાવાદ દ્વારા લેવાનાર પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડેલ જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરીક્ષા સમિતી દ્વારા વન સંરક્ષકની જાહેર લેખિત પરીક્ષા બોટાદ જિલ્લામાં કુલ-૩૧ પરીક્ષા કેન્દ્ર ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ ખાતેના નિયત કરવામાં આવેલ કુલ-૩૧ પરીક્ષા કેન્દ્રો ઉપર આગામી…
Read Moreબોટાદ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ ઝેરોક્ષ / ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ- ૧૦ તથા ધોરણ- ૧૨ ની માર્ચ-૨૦૨૨ ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ તેમને મળેલ અધિકારની રૂએ આગામી તા.૨૮/૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ સુધી ધોરણ-૧૦ ની માર્ચ-૨૦૨૨…
Read Moreબોટાદ ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ આજ રોજ બોટાદ ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ બોટાદ જિલ્લાના વિવિધ સ્થળોએ થતા અકસ્માત નિવારવા માટે પગલા લેવા સંબંધિત વિભાગને સુચના આપી હતી તથા વિવિધ સ્થળો જેવા કે, સ્કુલ અને કોલેજોમાં રોડ સેફ્ટી અંતર્ગત પોલીસ અને આરટીઓ વિભાગને અસરકારક જન-જાગૃતિ કાર્યક્રમો કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત), પોલીસ વિભાગ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જિલ્લા માહિતી કચેરી, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા સહિતની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.…
Read Moreજિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી રેલી,…
Read Moreભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી…
Read Moreજિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર…
Read More