બોટાદ ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

આજ રોજ બોટાદ ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ બોટાદ જિલ્લાના વિવિધ સ્થળોએ થતા અકસ્માત નિવારવા માટે પગલા લેવા સંબંધિત વિભાગને સુચના આપી હતી તથા વિવિધ સ્થળો જેવા કે, સ્કુલ અને કોલેજોમાં રોડ સેફ્ટી અંતર્ગત પોલીસ અને આરટીઓ વિભાગને અસરકારક જન-જાગૃતિ કાર્યક્રમો કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત), પોલીસ વિભાગ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જિલ્લા માહિતી કચેરી, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા સહિતની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment