હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્લેકટર બીજલ શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. જે અંતર્ગત તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.આર.રંગૂનવાલાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કોર્ડ દ્વારા આજ રોજ તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ…
Read MoreDay: March 15, 2022
ગંગાનગર પ્રાથમિક શાળામાં બાળકોને આરોગ્ય તપાસણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સાયલા સાયલા તાલુકાના ગંગાનગર પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ગંગાનગર પ્રાથમિક શાળાના ધોરણ – ૧ થી ૮ ના ૧૦૫ જેટલાં બાળકોની ચકાસણી કરી. જેમાં વજન ઉંચાઈ સાથે આંખ, કાન, નાક, હૃદય, કૃમિ, ચામડી ના રોગ તથા દાંત જેવા રોગોની ચકાસણી કરવામાં આવી હતી. એનિમીયા ની ખામી જણાતા બાળકોને આર્યન યુક્ત ખોરાક લેવા જણાવેલ હતું. જરૂર જણાતા બાળકોને સ્થળ પર સારવાર આપેલ હતી. દર અઠવાડિયા ના બુધવાર ના દિવસે ૧ આયર્ન ફોલિક એસીડ ની ગોળી લેવા જણાવેલ, અને…
Read Moreધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૮ મી માર્ચેથી તા.૧૨ મી એપ્રિલ સુધી યોજાશે
હિન્દ ન્યુઝ, રાજપીપલા આગામી તા. ૨૮ મી માર્ચથી તા.૧૨ મી એપ્રિલ સુધી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય્– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તેમજ રાજપીપલા શહેર ઉપરાંત તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની…
Read Moreબોટાદ જિલ્લામાં 18 પરીક્ષા કેન્દ્રોના 55 પરીક્ષા સ્થળોએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના 17641 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં માર્ચ-૨૦૨૨ની બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા આગામી તારીખ:-૨૮-૦૩-૨૦૨૨થી તારીખ:-૧૨-૦૪-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. જેના સુચારું આયોજન અને સંચાલન માટે પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં પરીક્ષા શાંતિથી યોજાય તેમજ જિલ્લાના કોઈપણ પરીક્ષા સ્થળોએ ગેરરીતિ ન થાય તે જોવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ છે તેમજ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તેમ પણ જણાવ્યું…
Read More