ગંગાનગર પ્રાથમિક શાળામાં બાળકોને આરોગ્ય તપાસણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સાયલા

સાયલા તાલુકાના ગંગાનગર પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ગંગાનગર પ્રાથમિક શાળાના ધોરણ – ૧ થી ૮ ના ૧૦૫ જેટલાં બાળકોની ચકાસણી કરી. જેમાં વજન ઉંચાઈ સાથે આંખ, કાન, નાક, હૃદય, કૃમિ, ચામડી ના રોગ તથા દાંત જેવા રોગોની ચકાસણી કરવામાં આવી હતી. એનિમીયા ની ખામી જણાતા બાળકોને આર્યન યુક્ત ખોરાક લેવા જણાવેલ હતું. જરૂર જણાતા બાળકોને સ્થળ પર સારવાર આપેલ હતી. દર અઠવાડિયા ના બુધવાર ના દિવસે ૧ આયર્ન ફોલિક એસીડ ની ગોળી લેવા જણાવેલ, અને તેના અંગે આરોગ્ય મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ માં RBSK મેડિકલ ઓફિસર ડૉ. જયંતિભાઈ દુમાડિયા, ડૉ. સોનલબેન પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર આર,આર, કાલીયા, તથા આરોગ્ય કર્મચારી, અશોકભાઈ સોલંકી, પાયલબેન રાઠોડ, રાબિયાબેન પાયક, મધુબેન, ધાધલભાઈ, તથા શાળાના આચાર્ય શામજીભાઈ અને શિક્ષક સ્ટાફ સહિત હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર, સાયલા

Related posts

Leave a Comment