ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૮ મી માર્ચેથી તા.૧૨ મી એપ્રિલ સુધી યોજાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

આગામી તા. ૨૮ મી માર્ચથી તા.૧૨ મી એપ્રિલ સુધી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય્– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તેમજ રાજપીપલા શહેર ઉપરાંત તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે પોલીસ, વિજ, આરોગ્ય જેવા વિભાગોને વિશેષ લક્ષ આપી ખાસ તકેદારી રાખવાની પણ શાહે સૂચનાઓ આપી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી જ્યશેભાઇ પટેલે પરીક્ષા સંબંધે થયેલ તૈયારીઓની રૂપરેખા, વિદ્યાર્થીઓની સંખ્યા, બ્લોક વ્યવસ્થાની સાથોસાથ બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્લામાં ધોરણ-૧૦ માં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૬૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૪૨ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩,૯૧૮ પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૨૪ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં એમ.આર.વિદ્યાલય અને શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ નિવાલ્દા ખાતે ૫૦ બ્લોકમાં ૧૦૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોંકમાં CCTV કેમેરા લગાડવામાં આવનાર હોઇ, ગેરરીતી કરનાર કે કરાવનાર કોઇપણ વ્યરકિત કેમેરામાં કેદ થઇ જશે. કેમેરાના ફુટેજના આધારે આવી વ્યરકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મ ક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થોન પણ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપલબ્ધર કરાશે. આ બેઠકમાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : હિરેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment