રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધની બનાવટ, ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૬ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

 (૦૧) સદગુરુ પ્રોવિઝન સ્ટોર -જંકશન પ્લોટમાં તપાસ દરમિયાન એક્સપાયરી થયેલ મેંદો (૫૦૦ gm પેક) સ્થળ પર નાશ કરેલ. (૦૨)જય જલારામ બેકર્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)શ્રી રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૪)લક્ષ્મી ડ્રાઈફ્રુટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)લક્ષ્મી કિરાણાં ભંડાર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)જય બજરંગ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)સદગુરુ ડેરી ફાર્મ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા(૦૮)જય જલારામ ડેરી ફાર્મ (૦૯)જય ખોડિયાર ફરસાણ માર્ટ (૧૦)ન્યુ આદિનાથ સ્વીટ સેન્ટર (૧૧)દિપક પ્રોવિઝન સ્ટોર (૧૨)ઘનશ્યામ પાર્લર પોઈન્ટ (૧૩)ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ (૧૪)જય બાલાજી ચાઇનીઝ & પંજાબી (૧૫)શક્તિ ડેરી ફાર્મ (૧૬)સ્વામિનારાયણ ફરસાણ (૧૭)બાલાજી પાર્લર (૧૮)અશોક બેકરી (૧૯)અમૃત સ્વીટ્સ નમકીન & ડેરી ફાર્મ (૨૦)અમુલ રેસ્ટોરેન્ટની  સ્થળ પર ચકાસણી કરેલ.

  • ફૂડ વિભાગની ટીમ દ્વારા ઢેબર રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૭ ફૂડ બિઝનેશ ઓપરેટરની લાઇસન્સ બાબતે અવેરનેસ ડ્રાઈવ કરાવામાં આવેલ.
  •    નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ :-

(૧) મિક્સ દૂધ (લુઝ): સ્થળ –નંદનવન ડેરી ફાર્મ -શોપ નં. ૩, ગોકુલ પાર્ક, રણુંજા             મંદિર પાસે, કોઠારીયા રોડ, રાજકોટ.  

(૨) મિક્સ દૂધ (લુઝ): સ્થળ –શ્રી ન્યુ રામેશ્વર ડેરી ફાર્મ -રણછોડનગર શેરી નં. ૨૬              કોર્નર, પાણીના ઘોડા પાસે, પેડક રોડ, રાજકોટ.

Related posts

Leave a Comment