૯૦-સોમનાથ વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે સોમનાથ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ

ગીર સોમનાથતા. ૦૫૯૦-સોમનાથ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વેરાવળ દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ  ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડવેરાવળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર કચેરી, રાજેન્દ્રભુવન રોડવેરાવળ સમક્ષ ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડવેરાવળ ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment