તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ૯૧-તાલાલા વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

૯૧-તાલાલા વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

૯૧-તાલાલા ચૂંટણી અધિકારી, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર-૧,ગીર સોમનાથ જિલ્લા, ઈણાજ દ્વારા ૦૫/૧૧/૨૦૨૨ના રોજ આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર-૧, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, રૂમ નંબર-૨૧૮ ગીર સોમનાથ જિલ્લો, ઈણાજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-૧, ગીર સોમનાથ કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, રૂમ નં-૨૧૭ સમક્ષ તા.૦૫/૧૧/૨૦૨૨થી ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર-૧કલેક્ટર કચેરીજિલ્લા સેવા સદનપ્રથમ માળરૂમ નં-૨૧૮ ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment