વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છપાવી કે પ્રસિઘ્‍ધ કરી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ 

આગામી વિધાનસભાની સામાન્‍ય ચુંટણી-ર૦રર વખતે રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી ચુંટણીને લગતા ચોપાનીયા, ભિતપત્રો વિગેરે છપાવવામાં આવે ત્‍યારે લોક પ્રતિનિધિત્‍વ અધિનિયમ ૧૯પ૧ની કલમ-૧ર૭-કની જોગવાઈ મુજબ નીચે મુજબની સુચનાનો આપે ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે. કોઈપણ વ્‍યકિત જેના પર તેનાં મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાં ન હોય તેવી ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિઘ્‍ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિઘ્‍ધ કરાવી શકશેનહીં.  કોઈપણ વ્‍યકિત ચુંટણીને લગતા ચોપાનિયાં કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્‍યવસ્‍થા કરી શકશે નહીં. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય એવી બે વ્‍યકિતઓએ સાખ કરેલ, પ્રકાશનની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને  આપી હોય અને લખાણ છપાય પછી મુદ્રકે યોગ્‍ય સમયની અંદર લખાણની ચાર નકલ સાથે એકરારપત્રની એક નકલ જીલ્‍લાના મજીસ્‍ટ્રેટને મોકલવાની રહેશે. ચુંટણીને લગતું ચોપાનીયું અથવા ભીંતપત્ર એટલે ઉમેદવાર કે ઉમેદવારનાં જુથની ચુંટણીની તકો વધારવા કે તેને પ્રતિકુળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કોઈ છાપેલું ચોપાનીયું, હેન્‍ડબીલ અથવા સુત્રપાટીયું અથવા ચુંટણીને લગનું ભીતપત્ર એવો અર્થ થાય છે. પરંતુ માત્ર ચુંટણી સભાની તારીખ, સમય, સ્‍થળ અને બીજી વિગતો આપતા અથવા ચુંટણી એજન્‍ટ કે કાર્યકરોને કામકાજ અંગેની સુચનાઓ આપતાં હેન્‍ડબીલ,સુત્રપાટીયું અથવા ભીતપત્રોનો તેમાં સમાવેશ થશે નહીં. પેટા કલમ-૧ અથવા પેટા કલમ-રની કોઈપણ જોગવાઈઓનો ભંગ કરનાર વ્‍યકિત, છ માસ સુધીની કેદ અથવાબે હજાર રૂપિયા  સુધાના દંડની અથવા બન્‍ને શિક્ષાને પાત્ર થશે. ઉપર મુજબ આપવામાં આવેલ સુચનાઓનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે તથા નીચે મુજબની સુચનાઓનો પણ ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે. આપનાં તરફથી આપવામાં આવેલ ચુંટણી અંગેનાં કોઈ ચોપાનિયા કે ભીંતપત્ર કે આવી અન્‍ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં ભમુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાંભ સ્‍પષ્‍ટપણે દર્શાવવાનાં રહેશે. મુદ્રિત સામગ્રીની નકલો (આવી મુદ્રિત સામગ્રીની વધારાની ચાર નકલો સાથે ) તથા કલમ-૧ર૭-ક (ર) હેઠળની જરૂરીયાત મુજબ પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજને મોકલવાનું રહેશે. આ સુચનાઓનું ઉલ્‍લંઘન કરનારાને ખુબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રવર્તમાન કાયદા અન્‍વયે મુદ્રાણાલયનું રજીસ્‍ટ્રેશન રદ કરવા જેવા કડક પગલાં લેવામાં આવશે તેવું મિતેશ પંડયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ- ભુજ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment