૦૬-રાપર વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ

૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભચાઉ-કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ, રાપર તાલુકા દ્વારા મામલતદાર કચેરી, ડાભુંડા રોડ, રાપર-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રથમ માળે, પ્રાંત કચેરી, ભચાઉ-કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જરૂરિયાત ઉપસ્થિત થયે મતદાનતા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક વચ્ચે થશે તેવું બાલમુકુંદ આર.સૂર્યવંશી, ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભચાઉ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment