જામનગર શંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ સેના એ શોભાયાત્રા કાઢી

હિન્દ ન્યુઝ, જામનગર  શિવજી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા શંકર ટેકરી માં હર હર મહાદેવ ના નારા ગાજ્યા જામનગર એટલે છોટી કાશી કહેવાય છે. જેમાં ધાર્મિક મહિમા વધારે જોવા મળતો હોય. શહેરમાં પણ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. ત્યારે હિન્દુ સેના દ્વારા શંકરટેકરી વિસ્તારમાં શંકર ના મંદિરથી શોભાયાત્રા ની શરૂઆત જામનગર શહેર ના હિંદુ ઉત્સવ સમિતિ સંકલન સમિતિ ના કન્વીનર જીમ્મી ભરાડ તેમજ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા શંકર ના મંદિર થી શિવરથને પ્રસ્થાપન કરાવેલ. જે શંકર ટેકરી ના રસ્તાઓ પર વાજતે ગાજતે અને તલવારોના દાઉ પેચ સાથે બીટ…

Read More

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે ૮ માર્ચ ૨૦૨૨ નાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે

સ્ત્રી સશક્તિકરણનાં મંત્રને સાર્થક કરતી તંત્રની નવતર પહેલ હિન્દ ન્યુઝ, બોટાદ           આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે બોટાદ તાલુકાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટેક્ષટાઇલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય ઔધોગિક એકમ સ્કાય પ્રીમવેર પ્રા.લી – લાઠીદડ માટે તા.૦૮/૦૩/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૮ (આઠ) પાસની લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સ્કાય પ્રીમવેર ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતે ખાસ રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક…

Read More

બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓએ પોતાની નોંધણી તાજી કરાવવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૪/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી(RENEWAL) ન કરાવવા બદલ કમી થનાર હોઈ સબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે વેબ પોર્ટલ www.employment.gujarat.gov.in પર JOB SEEKER LOGIN મેનુ પર ક્લિક કરી E-Mail સામેના ખાનામાં નોંધણી…

Read More

જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા બદલ ડો.દિપક રામાણીનું સન્‍માન દોઢ મહિનામાં વિનામૂલ્‍યે ૩૨ ઓપરેશન કર્યા

હિન્દ ન્યુઝ, જસદણ  જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા અને સુવિધા પૂરતી મળવા લાગતા દર્દીઓની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્‍યારે ગઈકાલે બુધવારના દિવસે જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવાસેતુમાં દોઢ માસથી સેવા આપતા શહેરની ખાનગી હોસ્‍પિટલ રામાણી જનરલ હોસ્‍પિટલના સર્જન ડો. દિપક રામાણી દ્વારા ગર્ભાશયની ગાંઠ,સારણ ગાંઠ એપ્રેન્‍ડીક્ષ થી લાંબા સમયથી પિડાતા અને આર્થિક પરિસ્‍થિતિ ખરાબ હોવાના કારણે ખાનગી હોસ્‍પિટલની સારવાર નહી લઈ શકનાર સહિતના દર્દીઓનું ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવ્‍યું હતું. એક જ દિવસમાં ડો. દિપક રામાણી દ્વારા એક સાથે છ ઓપરેશન કરવામાં આવ્‍યા હોય તેવો પહેલો દાખલો જસદણ સરકારી હોસ્‍પિટલમાં…

Read More

રાધનપુર નગર પાલિકા ના પ્રમુખ મહેશ અદા રજા ઉપર ઉતરતા ચાર્જ ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર ને સોંપવા માં આવ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર , પાટણ ના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા કોંગ્રેસ સાશીત નગરપાલિકા ના પ્રમુખ ઉપર લાખો રૂપિયા ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા છે ત્યારે આજ રોજ પ્રમુખે ૪૦ દિવસ ની રજા ઉપર ઉતરતા પ્રમુખ નો ચાર્જ કાનજીભાઈ પરમાર ને સોંપવા માં આવેલ છે, ત્યારે રાધનપુર શહેર ની અંદર લોકો માં ચર્ચા નો વિષય બની ચૂક્યો છે,કે આવા ભ્રષ્ટાચારી પ્રમુખ મહેશ ભાઈ એ રાજીનામું આપી દેવું જોઈએ. આમ , આ સમગ્ર ઘટના જે પ્રમુખ દ્વારા રજા ઉપર ઉતારવાના હોઈ ઉપપ્રમુખ ને ચાર્જ આપતા એક ચર્ચા નો વિષય બની જવા પામ્યો…

Read More

જસદણમાં સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી દવા ભેટ આપવમાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ        જસદણ સરકારી હોસ્પિટલ ખાતે જસદણના સેવાભાવી લોકો દ્વારા ડાયાબિટીસ બીપી બ્લડ પ્રેશર શરદી ઉધરસ જેવી રેગ્યુલર દવા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ભેટ આપવામાં આવેલી જેમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ સેવાભાવી આગેવાન દીપકભાઈ વાઘેલા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને બક્ષીપંચ મોરચા ના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, મહામંત્રી અમરસિંહ રાઠોડ તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મુકેશ ભાઈ મકવાણા તેમજ મેણીયાભાઈ હાજર રહેલ અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મૈત્રી તેમજ તેમના સ્ટાફને દવા ભેટ સ્વરૂપે આપેલ અને આ દવા જસદણના જરૂરિયાતમંદ લોકો…

Read More

જસદણમાં સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી દવા ભેટ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ    જસદણ સરકારી હોસ્પિટલ ખાતે જસદણના સેવાભાવી લોકો દ્વારા ડાયાબિટીસ બીપી બ્લડ પ્રેશર શરદી ઉધરસ જેવી રેગ્યુલર દવા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ભેટ આપવામાં આવેલી જેમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ સેવાભાવી આગેવાન દીપકભાઈ વાઘેલા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને બક્ષીપંચ મોરચા ના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, મહામંત્રી અમરસિંહ રાઠોડ તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મુકેશ ભાઈ મકવાણા તેમજ મેણીયાભાઈ હાજર રહેલ અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મૈત્રી તેમજ તેમના સ્ટાફને દવા ભેટ સ્વરૂપે આપેલ અને આ દવા જસદણના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે…

Read More

વેરાવળ ખાતે કાર્યરત આર.ટી.પી.સી.આર. લેબમાં બે લાખ સેમ્પલનું ટેસ્ટીંગ પુર્ણ થતા ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      વેરાવળ ખાતે કાર્યરત આર.ટી.પી.સી.આર. લેબમાં બે લાખ સેમ્પલનું ટેસ્ટીંગ પુર્ણ થતા વેરાવળ સરકારી હોસ્પિટલના આરોગ્ય અધિકારી/કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં હોસ્પિલના અધિક્ષક ડો.જિજ્ઞેશ પરમાર, ડો.બાલુરામ સહિત હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલા જુનાગઢ ખાતે સેમ્પલ મોકલવામાં આવતા હતા અને બે થી ત્રણ દિવસ જેટલો સમય રીપોર્ટ માટે લાગતો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં ૧૫ મે ૨૦૨૧ થી આ આર.ટી.પી.સી.આર. લેબ શરૂ કરવામાં આવી હતી. આ લેબ થી દર્દીનો રીપોર્ટ માત્ર ૨૪ કલાકમાં જ પ્રયાપ્ત થઇ જતા…

Read More

બાગાયતમાં આઇ ખેડૂત પોર્ટલ પર તા ૩૦/૦૪/૨૦૨૨ સુધી વિવિધ સહાય માટેની અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ          નાયબ બાગાયત નિયામકની કચેરી કચ્છ – ભુજ દ્વારા જીલ્લાના ખેડુતોને જણાવવામાં આવે છે કે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ટીસ્યુકચર કેળનું વાવેતર, ધનીષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, કાજુ તેમજ અન્ય ફળપાકોના પ્રોસેસીંગના નવા યુનીટો, કાચા મંડપ ટામેટા-મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, વેલાવાળા શાકભાજીના પાકા મંડપ, સરગવાની ખેતીમાં સહાય, ફુલપાકોની ખેતી, પાવર ટીલર, મીની ટ્રેક્ટર, સ્વયં સંચાલીત બાગાયતી મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર, ઇકો ફ્રેંડલી લાઇટ ટ્રેપ, વર્મી…

Read More

કોમન સર્વિસ સેન્ટર દ્રારા કેન્દ્ર સરકાર ના પ્રોજેકટ મેરા ગાંવ – મેરી ધરોહર પ્રોજેક્ટની ભાવનગર જીલ્લામાં શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને સી.એસ.સી.ના માધ્યમથી સમગ્ર ભારતમાં મેરા ગાંવ – મેરી ધરોહર  પ્રોજેક્ટ ભાવનગર જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગામડામાં રહેલી પુરાતન સંસ્કૃતિ વિશે વર્તમાન પેઢી જાણે અને તેના મૂલ્યોને સમજે એ માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જિલ્લાના વિવિધ ગામોમાં સાંસ્કૃતિક મૂલ્યોને અનુલક્ષીને દરેક ગામના સાંસ્કૃતિક વારસો, ઐતિહાસીક સ્થળો, ખાણી- પીણી, પહેરવેશ, ભાષા, કલા, કારીગીરી, લોક પારંપરિક ઉત્સવો, મેળા વિગેરે આ અંગે સામાજિક-સાંસ્કૃતિક અભ્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન માટે…

Read More