જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા બદલ ડો.દિપક રામાણીનું સન્‍માન દોઢ મહિનામાં વિનામૂલ્‍યે ૩૨ ઓપરેશન કર્યા

હિન્દ ન્યુઝ, જસદણ 

જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા અને સુવિધા પૂરતી મળવા લાગતા દર્દીઓની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્‍યારે ગઈકાલે બુધવારના દિવસે જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવાસેતુમાં દોઢ માસથી સેવા આપતા શહેરની ખાનગી હોસ્‍પિટલ રામાણી જનરલ હોસ્‍પિટલના સર્જન ડો. દિપક રામાણી દ્વારા ગર્ભાશયની ગાંઠ,સારણ ગાંઠ એપ્રેન્‍ડીક્ષ થી લાંબા સમયથી પિડાતા અને આર્થિક પરિસ્‍થિતિ ખરાબ હોવાના કારણે ખાનગી હોસ્‍પિટલની સારવાર નહી લઈ શકનાર સહિતના દર્દીઓનું ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવ્‍યું હતું. એક જ દિવસમાં ડો. દિપક રામાણી દ્વારા એક સાથે છ ઓપરેશન કરવામાં આવ્‍યા હોય તેવો પહેલો દાખલો જસદણ સરકારી હોસ્‍પિટલમાં બન્‍યો હતો. સેવાસેતુમાં સેવા આપતા ડો. દિપક રામાણીએ દોઢ માસના સમય દરમિયાન કુલ ૩૨ દર્દીઓના સફળ ઓપરેશન કરતા ગરીબ દર્દીઓમાં રાહતની લાગણી પ્રસરી છે. ગરીબ દર્દીઓ પ્રત્‍યે માનવતા દાખવી ડો. દિપક રામાણી અને સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રીને આરોગ્‍ય વિભાગના જીતુભાઈ પટેલ, લેબ ટેકનીશીયન તુષારભાઈ પરમાર સહિતના સ્‍ટાફની ઉપસ્‍થિતિમાં નિઃસ્‍વાર્થ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ મેહુલભાઈ સંદ્યવી, ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા, ટ્રસ્‍ટી દિલીપભાઈ બલભદ્ર દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો રાકેશ મૈત્રીના સહયોગ અને સેવાભાવી ડો. દિપકભાઈ રામાણી સહિતના ડોકટરો અને નર્સિંગ સ્‍ટાફ દ્રારા દર્દીઓ પ્રત્‍યેના અથાગ પરિશ્રમ તેમજ નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના સેવાકાર્યના કારણોસર દર્દીઓની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Related posts

Leave a Comment