વેરાવળ ખાતે કાર્યરત આર.ટી.પી.સી.આર. લેબમાં બે લાખ સેમ્પલનું ટેસ્ટીંગ પુર્ણ થતા ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     વેરાવળ ખાતે કાર્યરત આર.ટી.પી.સી.આર. લેબમાં બે લાખ સેમ્પલનું ટેસ્ટીંગ પુર્ણ થતા વેરાવળ સરકારી હોસ્પિટલના આરોગ્ય અધિકારી/કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં હોસ્પિલના અધિક્ષક ડો.જિજ્ઞેશ પરમાર, ડો.બાલુરામ સહિત હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પહેલા જુનાગઢ ખાતે સેમ્પલ મોકલવામાં આવતા હતા અને બે થી ત્રણ દિવસ જેટલો સમય રીપોર્ટ માટે લાગતો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં ૧૫ મે ૨૦૨૧ થી આ આર.ટી.પી.સી.આર. લેબ શરૂ કરવામાં આવી હતી. આ લેબ થી દર્દીનો રીપોર્ટ માત્ર ૨૪ કલાકમાં જ પ્રયાપ્ત થઇ જતા સહેલાઇથી અને સમયમર્યાદામાં સારવાર થઇ શકે છે. વર્ષ ૨૦૨૧ માં કુલ ૧,૫૦,૧૮૦ અને વર્ષ ૨૦૨૨ માં ૫૦,૨૨૨ મળી કુલ અત્યાર સુધિમાં ૨,૦૦,૪૦૨ સેમ્પલનું ટેસ્ટીંગ પુર્ણ કરવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment