બાગાયતમાં આઇ ખેડૂત પોર્ટલ પર તા ૩૦/૦૪/૨૦૨૨ સુધી વિવિધ સહાય માટેની અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ

         નાયબ બાગાયત નિયામકની કચેરી કચ્છ – ભુજ દ્વારા જીલ્લાના ખેડુતોને જણાવવામાં આવે છે કે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ટીસ્યુકચર કેળનું વાવેતર, ધનીષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, કાજુ તેમજ અન્ય ફળપાકોના પ્રોસેસીંગના નવા યુનીટો, કાચા મંડપ ટામેટા-મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, વેલાવાળા શાકભાજીના પાકા મંડપ, સરગવાની ખેતીમાં સહાય, ફુલપાકોની ખેતી, પાવર ટીલર, મીની ટ્રેક્ટર, સ્વયં સંચાલીત બાગાયતી મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર, ઇકો ફ્રેંડલી લાઇટ ટ્રેપ, વર્મી કમ્પોસ્ટ સેદ્રીય ઉત્પાદન એકમ યુનીટ, મધમાખી સમુહ, મધમાખી કોલોની, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટ અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ રૂમ, રાઇપનીંગ ચેમ્બર, પેક હાઉસ (૯*૬ મી.), પેકીંગ મટીરીયલ સહાય, રક્ષીત ખેતીના વિવિધ ઘટકો- નેટહાઉસ-નળકાર સ્ટ્રકચર વગેરે જેવા વિવિધ ૧૧પ ધટકોમાં સરકારી ધોરણે સહાય મળવાપાત્ર છે આ બાબતે વિશેષ વિગતો માટે જરૂર જણાયે જિલ્લાની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો. વધુમાં જણાવવાનુંકે અરજી https://ikhedut.gujarat.gov.in પરથી તા. ૩૦/૦૪/૨૦૨૨ સુધી કરી શકાશે તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા જેવાકે ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, બચત બેંક ખાતાની પાસબુક વગેરે જેવા પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં -૩૨૦, બીજો માળ બહુમાળી ભવન, કચ્છ- ભુજ ના સરનામે વહેલી તકે મોકલી આપવી તેમ નાયબ બાગાયત નિયામક ભુજ- કચ્છ દ્રારા જણાવ્યુ છે.

Related posts

Leave a Comment