જામનગર શંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ સેના એ શોભાયાત્રા કાઢી

હિન્દ ન્યુઝ, જામનગર

 શિવજી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

શંકર ટેકરી માં હર હર મહાદેવ ના નારા ગાજ્યા

જામનગર એટલે છોટી કાશી કહેવાય છે. જેમાં ધાર્મિક મહિમા વધારે જોવા મળતો હોય. શહેરમાં પણ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. ત્યારે હિન્દુ સેના દ્વારા શંકરટેકરી વિસ્તારમાં શંકર ના મંદિરથી શોભાયાત્રા ની શરૂઆત જામનગર શહેર ના હિંદુ ઉત્સવ સમિતિ સંકલન સમિતિ ના કન્વીનર જીમ્મી ભરાડ તેમજ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા શંકર ના મંદિર થી શિવરથને પ્રસ્થાપન કરાવેલ. જે શંકર ટેકરી ના રસ્તાઓ પર વાજતે ગાજતે અને તલવારોના દાઉ પેચ સાથે બીટ પોલીસ ચોકી પાસે થઈ સુભાષ પરા બે નંબર સુધી વિશાળ શિવભક્તો સાથે પહોંચી હતી.

આ સમય દરમિયાન સતત બંદોબસ્ત અને પોલીસ ખાતાની સારી કામગીરી પણ જોવા મળી હતો, જેમાં સિટી સી વિસ્તારના પી.આઈ ગાધે તેમજ ઉદ્યોગ પોલીસ ચોકીના પી.એસ.આઇ આર.ડી ગોહિલ અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત સાથે શોભાયાત્રા ની શરૂઆતથી બપોરે એક વાગ્યાથી બે વાગ્યા સુધી સતત પગપાળા સાથે રહી સલામતી જાળવી હતી .

આ શોભાયાત્રા દરમ્યાન સ્થાનિક શિવભક્તો એ 2 સ્થાનો પર ઠંડા સરબત તેમજ અંત માં એક સ્થાન પર ફરાળ નું આયોજન કર્યું હતું.  શંકર ટેકરી શોભાયાત્રા ના રથમાં મોટા શિવજી તેમજ શિવદર્શન માટે શિવલિંગ રાખેલ તેમજ ચલિત શિવજીની વેશભુષા વાળા શિવજી થી લોકોમાં શિવભક્તિ છવાઈ અને નાના બાળકો માં આ ચલિત શિવજીને જોવા નો ઉમંગ વધુ જાણતો હતો. જે વિશેષ આકર્ષ જગાવ્યું હતું.

શંકરટેકરી ની શોભાયાત્રા માં આ વિસ્તાર ના નાના મંડળો તેમજ હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલ, જામનગર હિન્દુ સેના શહેર પ્રમુખ દિપક પિલ્લે, જીલ્લા ઉપપ્રમુખ ધીરેન નંદા, બી.જે.પી. આગેવાન હિતેશ શેઠિયા, વી એચ.પી. ના શુભાશ પીલ્લે, શિવ સેના ના બ્રિજેશ નંદા, ભાવેશ ઠુંમર, યશંક ત્રિવેદી, સંજયભાઈ, હરીશભાઈ, પાર્થ ચોવતિયા, દર્શન, ઘનશ્યામ, ભરત, જતીન સહિત વિશાળ સંખામાં ભાયો બહેનો એ શંકર ટેકરી શોભાયાત્રા માં જોડાઈ હર હર મહાદેવ ના નારા સાથે ભક્તિ મય બન્યા હતા.

Related posts

Leave a Comment