અરજદારોને આધારકાર્ડ, રેશનકાર્ડ, માં અમૃતમ, વિધવા સહાય, આવકના દાખલા, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જન્મ મરણ પ્રમાણપત્ર વગેરે જેવી યોજનાઓના લાભો સ્થળ પર જ આપી લાભાન્વિત કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ (સાતમો તબક્કો) ઉમરાળા તાલુકાનાં વાંગધ્રા ગામે સેવાસેતુ કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૧નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે શ્રી પ્રાથમિક શાળા, વાંગધ્રા ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઘોળાવીશી, ટીંબી, ઘોળાગામ, ડેડકડી, લંગાળા, પરવાળા, પીપરાળી, માલપરા, ઝાંઝમેર અને વાંગધ્રા ગામનાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૨૯/૧૦/૨૦૨૧ નાં રોજ વાંગધ્રા ગામે શ્રી પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંઘિત અઘિકારીઓ દ્વારા સ્થળ ૫ર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૨૯/૧૦/૨૦૨૧નાં રોજ વાંગધ્રા ગામે નિયત સમયે ઉ૫સ્થિત રહેવા મામલતદાર, ઉમરાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી