હિન્દ ન્યુઝ, ભાવનગર
એસ.એ.જી યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ તથા પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને પોષણ અને પોષણ સિવાયની સેવાઓનો લાભ આપવામાં આવે છે. ૧૦૦ દિવસની કામગીરી માટે કિશોરીઓ આરોગ્ય અને પોષણ અંગે જાગૃત થાય અને જનજાગૃતિ અભિયાન દ્વારા બહોળો પ્રચાર થાય તે માટે તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં પ્રવૃત્તિ પ્લાનની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૨૫/૧૦/૨૦૨૧ નાં રોજ ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓએ આંગણવાડી પર કે કમ્યુનીટી હોલ ગરબો રમામાંડાશે. જેથી તમામ આંગણવાડીની લાભાર્થી કિશોરીઓને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોગ્રામ ઓફિસશ્રી, આઇ.સી.ડી.એસ.શાખા, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી