ભાવનગર જિલ્લાનાં પુરવઠા તંત્ર દ્વારા ખાદ્ય-તેલીબિયાંના સ્ટૉક મર્યાદાના પાલન અર્થે જિલ્લાના કુલ -૧૪ સ્થળે તપાસણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં પુરવઠા તંત્ર દ્વારા ખાદ્યતેલ તેલીબિયાંમાં ગુજરાત સરકાર તરફથી લાગુ થયેલ સ્ટૉક મર્યાદા (રીટેલના કિસ્સામાં ખાદ્યતેલ ૩૦ ક્વિંટલ, ખાદ્ય-તેલીબિયાં ૧૦૦ ક્વિંટલ તથા હોલસેલના કિસ્સામાં ખાદ્યતેલ ૫૦૦ ક્વિંટલ, ખાદ્ય-તેલીબિયાં ૨,૦૦૦ ક્વિંટલ) ના પાલન અર્થે સઘન ઝુંબેશના ભાગ રૂપે ભાવનગરના શહેર તથા વિવિધ તાલુકાના કુલ -૧૪ સ્થળે તપાસણી કરવામાં આવેલ છે. વધુમાં તમામ ખાદ્યતેલ તેલીબિયાંના વેપારીઓને ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગાંધીનગરના તા.૨૪/૦૨/૨૦૨૨ ના હુકમ મુજબ અમલવારી કરવાની રહેશે. સદરહું હુકમ મુજબ અમલવારી ન કરવી કાયદેસર ગુન્હો બને છે. જે બદલ આવશ્યક ચીજ –…

Read More

બોટાદ ખાતે પોષણ અભિયાન હેઠળ રાષ્ટ્રીય કક્ષાનાં “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ પોતાનાં બાળકની પોષણની સ્થિતિ સુધારવા માટે માતા-પિતા-વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને કોમ્યુનીટી મોબીલાઈઝેશનની સાથે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે. આ ખ્યાલ સાથે ૦ થી ૬ વર્ષનાં બાળકો માટે “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” તા.૨૧મી માર્ચ થી ૨૭મી માર્ચ ૨૦૨૨ સુધી સમગ્ર ભારતમાં યોજવામાં આવશે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ બાળકોનું વજન-ઉંચાઈ મહિનાનાં બીજા મંગળવારે કરવામાં આવે છે,…

Read More

બોટાદ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષ ૨૦૨૨ ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ન્યુ દિલ્લી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા બોટાદ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષ ૨૦૨૨ ની પ્રથમ નેશનલ લોક અદાલતનું તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતના દિવસે સમગ્ર બોટાદ જિલ્લામાં કુલ – ૧૧૨૩ પેન્ડિંગ કેસો અને ૧૯૩ પ્રિ-લિટિગેશન કેસો એમ કુમ – ૧૩૧૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવામાં બોટાદ જિલ્લાના તમામ ન્યાયિક અધિકારીઓ, કોર્ટના કર્મચારીઓ, જિલ્લા પોલીસ તથા બોટાદ જિલ્લાના તમામ વકીલ…

Read More

સુરતના આંગણે ૧૫મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ નિમિત્તે રાજયકક્ષાનો ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયોઃ

હિન્દ ન્યુઝ, સુરત                ગ્રાહકએ બજારનો રાજા છે. ગ્રાહકને માહિતગાર થવાનો, વસ્તુની પસંદગી કરવા સહિતના અનેક અધિકારો પ્રાપ્ત થયા છે ત્યારે ગ્રાહકો જાગૃત બનીને ખરીદી કરી શકે તેવા આશયથી ૧૫મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જેના ભગારૂપે સુરતના આંગણે અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અને કન્ઝ્યુમર્સ એફર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર સુરત-તાપી જિલ્લા સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ‘યોગ્ય ડિજિટલ નાણાંકીય પધ્ધતિ’ની થીમ પર દક્ષિણ ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે…

Read More

લિંબાયત ખાતે જિલ્લા રોજગાર કચેરી-સુરત દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત  યુવાનોને તેમના કૌશલ્ય મુજબ મનપસંદ રોજગારી પ્રાપ્ત થાય તેમજ ઔદ્યોગિક એકમોને સરળતાથી માનવબળ ઉપલબ્ધ થઈ શકે તે માટે લિંબાયત સ્થિત સુભાષનગરના SMC કોમ્યુનિટી હોલ ખાતે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી-એસ.ટી, સુરતના સંયુક્ત ઉપક્રમે ‘રોજગાર ભરતી મેળો’ યોજાયો હતો. જેમાં રોજગાર મેળામાં નોંધાયેલા ૧૦૩૬ રોજગારવાંચ્છુંઓમાંથી ૫૬૧ ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરીને કોલ લેટર આપવામાં આવ્યાં હતાં. આ ભરતી મેળામાં ૨૦ જેટલી કંપનીઓમાં ૧૧૫૦ જગ્યાઓ માટે ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, યુવા દેશ ભારતમાં…

Read More