બોટાદ જિલ્લામાં ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરીક્ષા સમિતી અમદાવાદ દ્વારા લેવાનાર પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડેલ જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરીક્ષા સમિતી દ્વારા વન સંરક્ષકની જાહેર લેખિત પરીક્ષા બોટાદ જિલ્લામાં કુલ-૩૧ પરીક્ષા કેન્દ્ર ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ ખાતેના નિયત કરવામાં આવેલ કુલ-૩૧ પરીક્ષા કેન્દ્રો ઉપર આગામી તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ સમય બપોરના ૧૨-૦૦ ક્લાકથી ૧૪-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ ઝેરોક્ષ/ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ઝેરોક્ષ તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ લઈ જવા પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત વ્યકિતને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment