હિન્દ ન્યુઝ, કાંકરેજ
કાંકરેજ તાલુકાના ઉણ ખાતે શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ, ઊણ દ્વારા દર વર્ષે સર્વ-રોગ નિદાન કેમ્પનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષે તા. 13/03/2022 ને રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નિદાન કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી. સવારે ૯.૦૦ વાગ્યે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં
1). ડૉ.આર.એન.નૌલખા (જનરલ સર્જન આસ્થા હોસ્પિટલ રાધનપુર)
2. ડૉ.વિષ્ણુભાઈ વી ઝુલા (M.D.મેડિસિન રાધનપુર)
3.નિર્મલભાઇ પી પટેલ(E.N.T., પાટણ)
4. ડો હિમાંશુ ભાઈ ઠક્કર (આંખના સર્જન રાધનપુર)
5.ડો મિતેશભાઈ ઠક્કર (ચામડી અને ગુપ્ત રોગ ના નિષ્ણાત)
6.ડૉ.ભગીરથભાઈ કેલા (હાડકાના સર્જન)
7. ડો.વિપુલભાઈ પટેલ (બાળરોગ નિષ્ણાત રાધનપુર)
વગેરે ડોક્ટરો ઉપસ્થિત રહીને પોતાની સેવાનો લાભ આપ્યો. આ સેવા કેમ્પ માં ઉણ અને તેની આજુબાજુના ગામોના ૭૦૦ થી વધારે દર્દીઓએ આ સેવા કેમ્પ નો લાભ લીધો.
આ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપન માં ઉણ વિભાગ કેળવણી મંડળ ના હોદેદારો નવીનભાઈ ભોજક (મેનેજીંગ ટ્રસ્ટી), હનુભા વાઘેલા(ઉપપ્રમુખ), વિનુભાઈ શાહ(મંત્રી), નવિનભાઇ સોની(સહમંત્રી), ઊણ સ્કુલના આચાર્ય બાબુભાઇ પટેલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ગમાનસિહ વાઘેલા, સાયન્સ કોલેજના આચાર્ય કાજલબેન ઠક્કર, વિધાસંકુલના સ્ટાફ મિત્રો અને ગામના અગ્રણી ઓની પ્રેરક હાજરી રહી જેણે કાર્યક્રમ ને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આમ ઉણ વિધા સંકુલ ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનુ સફળતા પૂર્વક યોજાયો હતો.
અહેવાલ : ઓમપુરી ગૌસ્વામી બનાસકાંઠા