હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જેમાં વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ૧૦ ટી.બી.ના દર્દીઓને યુનિવર્સલ કન્સ્ટ્રક્શન દ્વારા દત્તક લઇ ૬ મહિનાની રાશન કીટ આપવામાં આવી હતી.
આ અંગે ગીર સોમનાથ જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ટી.બી.ના ૧૦ દર્દીને યુનિવર્સલ કન્સ્ટ્રક્શનના જશુભાઇ છાત્રોડિયા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. જે અંગે તેઓ દ્વારા દર્દીઓને છ મહિના સુધીની રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ટી.બી.ની સારવારમાં સફળતા મેળવવા દવાના ફુલ કોર્સ સાથે પોષણ ચાવીરૂપ છે. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી છે કે, જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવા માટે યથાશક્તિ યોગદાન માટે આગળ આવે.