હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
દરેક બાળકો શિક્ષિત થઈ શકે તેવા હેતુસર સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ૬થી ૧૯ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કેટલાક કિસ્સામાં બાળકો દ્વારા ભણતર અધુરૂં છોડી દેવામાં આવે છે. આવા બાળકો માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા મદદનીશ જિલ્લા કો.ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેથી તેઓ ફરીથી શિક્ષણ મેળવી શકે.
જિલ્લામાં વિવિધ કારણોસર શાળામાં ભણવા ન જઈ શકેલા એટલે કે શાળાની બહારના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના કે ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતનાં ૬થી ૧૯ વયજૂથ સુધીનાં શાળાએ ન જઈ શકતા બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી કો-ઓર્ડિનેટર, નજીકના બી.આર.સી ભવન તથા સમગ્ર શિક્ષા ગીર સોમનાથ કચેરીના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૨૫૮૫ જાણ કરવા તેમજ વિશેષ માર્ગદર્શન માટે નજીકની પ્રાથમિક શાળાનો સંપર્ક કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.