સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

રાજ્યના ર૦રર-ર૩ના અંદાજપત્રને આવકારતા ભૂપેન્દ્ર પટેલ “બહુજન હિતાય બહુજન સુખાય”ના કેંદ્રીય વિચાર સાથે સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક સિદ્ધ થશે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ

• દેશના ગ્રોથ એન્જીન ગુજરાતનું આ બજેટ ખેડૂતો, યુવારોજગારી, સાગરખેડૂ, વનબંધુ, ગરીબો, વંચિતો સહિત સૌ સમાજ-વર્ગોના સર્વગ્રાહી ઉત્થાનની અનેક યોજનાઓ સાથેનું બજેટ

• ગત વર્ષ કરતાં ૧૭ હજાર કરોડના વધારા સાથે ૨ લાખ ૪૪ હજાર કરોડનું આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું બજેટ

• બજેટની જોગવાઇઓ વનબંધુને વિશ્વબંધુ બનાવવવાની રાજ્ય સરકારની નેમ પાર પાડશે

• સુપોષિત માતા, સ્વસ્થ બાળક’ યોજનાથી ‘હજાર દિવસની કાળજી મા-બાળક જીવનભર રહે રાજી’ એ ધ્યેય સિદ્ધ થશે – કુટુંબ દિઠ દર મહિને ૧ કિલો તુવેર દાળ-ર કિલો ચણા અને ૧ લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે અપાશે

• ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’થી પાંજરાપોળ ગૌશાળામાં રહેલા પશુઓ ગૌ વંશની નિભાવ જાળવણીમાં નવું બળ મળશે

• આદિજાતિ વિસ્તારોમાં બે વર્ષમાં પ૦૦ નવા મોબાઇલ ટાવર્સ ઉભા કરાશે

Related posts

Leave a Comment