મહેસાણા જીલ્લામાં થનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહેસાણા

             મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે 08 માર્ચને મંગળવારના રોજ સવારે 09-00 કલાકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થનાર છે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન, સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા માટે દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત મહેસાણામાં યોજાનાર કાર્યક્રમ બાબતે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મહિલા અને બાળ અધિકારી મુકેશ પટેલે જણાવ્યું હતુ કે 08 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Gender Equality Today For a Sustainable Tomorrow સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.મહેસાણા ટાઉનહોલ ખાતે યોજાનાર મહિલા દિવસમાં મહિલાલક્ષી થીમ આધારિત કાર્યક્રમો યોજવાનું નક્કી કરેલ છે.આ મહિલા સંમેલનમાં અગ્રેસર મહિલાઓનું સન્માન, માતા યશોદા એવોર્ડ વિતરણ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમ, ગંગા સ્વરૂપા પુન લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક, મંજુરી હુકમ વિતરણ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને કીટ મંજુરી,હુકમ વિતરણ,વરીષ્ઠ ગંગા સ્વરૂપા બેહનનું સન્માન તથા અન્ય જુદી જુદી યોજના હેઠળ કિટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત હિંસા મુક્ત સમાજની કલ્પના, મહિલાઓ અને હિંસા, મહિલાઓ અને સમાનતા, મહિલાઓને ન્યાય અને ગૌરવ પ્રદાન, સમાજમાં મહિલાઓનું મહત્વ જેવા વિષયો પર પોસ્ટર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સ્લોગન રાઇટીંગનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં મહિલાઓ લક્ષી યોજનાઓ સહિત બેટી બચાવો બેટી ભણાવો,સખી વન સ્ટોપ સેન્ટર,જિલ્લા મહિલા શક્તિ કેન્દ્ર,કામના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી અધિનિયમ 2013,પારિવારિક હિંસાથી મહિલાને રક્ષણ આપતો અધિનિયમ 2005 સહિતના કાયદાઓ અને યોજનાઓથી માહિતીગાર કરવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે સોંપેલ કામગીરીના નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપી વિગતે ચર્ચા કરી હતી. બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,નિવાસી અઘિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત સંલ્ગન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment